________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શાનના દરિયા બની મહાસભાઓમાં જયવાદ મેળવી કનીષ્ટ લોકોને પણ બોધ કરનારા થયા છે. માટે આ બાલગોપાલાદિકે માનેલી એવી મને જ તે જુહાર કરેલો છે. તે સાંભળી રાજા બોલ્યો કે હું ભારત ! તે જેનું આલંબન કરેલ હોય તે નિશ્ચય નિર્ધન થાય છે, તેથી તું ધીર લોકને દરિદ્રતાથી વિડંબના કરે છે, વળી તેને હર્ષ પણ હોતો નથી, માટે તું કહે કે તારા કયા ગુણવડે કરીને તું મને જુહાર કરવા લાયક છે ? આવી રીતે તેના દોષોને ઉઘાડવાથી તે પણ મુખને બીડીને મૌન રહી, એટલે ત્રીજી સ્ત્રી ભારતીના સમાન વાંકાર પહેરીને આવેલી હતી તે રાજાને કહેવા લાગી કે હે સુભગ ! હું જગતને આનંદ કરનારી કીર્તિ છું. મારા વર્ણન મારાથી તુષ્ટમાન થયેલા દાનશોંડા સંતપુરૂષો વાણીને અગોચર એવું દાન આપે છે, તેથી વિશ્વને આનંદ કરનારી મને જ તે જુહાર કર્યો છે. આવી રીતે તેણીએ કહેવાથી રાજાએ કહ્યું કે પુષ્પના સ્તોમને ભ્રમર જેમ ચુંબન કરે છે, તેમ તું સમગ્રના મુખને ચુંબન કરે છે, અને સર્વેના ઘર તથા ઉદરને વિષે તું વેશ્યાના પેઠે વાસ કરે છે, તેમજ વાયુના પેઠે સમગ્ર વિશ્વ વલય વિષે તું રખડે છે, માટે તું મારા જુહારને લાયક નથી. આવી રીતે દુષણ આપવાથીતે પણ મૌન ધરી રહૃાા પછી, ચોથી નીલ વસ્ત્રાલંકારને ધારણ કરનારી અને સમગ્ર કામને સાધનારી મનોહર કોઇક સ્ત્રી આવીને રાજાને કહેવા લાગી કે હે સુભગ ! સમગ્ર સુખના સાધનભૂત હું આશા છું. મારા પ્રસાદથી જ સર્વ જીવો જીવે છે, તેથી તે મને જ નમસ્કાર કરેલો છે. તેવા તેવા વાક્યને શ્રવણ કરીને આનુ કહેવું સત્ય છે તેવું ચિત્તને વિષે ચિતવવીને ચતુરચૂડામણિ નરશિરોમણિ રાજા બોલ્યો કે પુત્ર રહિતોને પુત્ર મેળવવા માટે, તથા નિર્ધનને ધનનો ઉદ્યમ કરાવવા માટે, રોગીયોને ઔષધના પ્રચાર કરવા માટે, જડોને મંત્ર તંત્રોના પ્રયોગોથી તું જીવાડનારી છે. માટે તું જ મને જુહાર કરવા લાયક છે. આવી રીતે રાજાની સત્યવાણી
૧૫૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org