________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अवगुण ढांकी गुण लहे, नव दे निठुर बाळ । माणस रुपे देवता, निर्मल गुणनीरवाण ॥१॥ सज्जन अतिहि पराभव्यो , किमहि न आणे डंस । छेद्यो भेद्यो दुहव्यो, मधुरो बाजे वंस ॥२॥
ભાવાર્થ : જે અવગુણ ઢાંકે છે, અને ગુણને ગ્રહણ કરે છે, તેમજ નિષ્ફર વચનને બોલતો નથી, તે માણસ માણસ નથી, પણ નિર્મલ ગુણની ખાણ રૂપ માણસરૂપે દેવ છે એમ જાણવું. ૧ જે સજજન માણસને પરાભવ કર્યા છતાં પણ મનમાં કાંઈ પણ હંસ રાખતો નથી, તે જ સજજન કહેવાય છે, કારણ છેદ્યો મેવો કે દુહવ્યો હોય તો પણ વાંસ મધુર શબ્દને બોલે છે, તેમજ સજજન પણ તેવા જ હોય છે. આવું જાણી રામદાસે બેનને મોટી પહેરામણી કરી અને પોતાના બેન બનેવીને વિવિધ પ્રકારના વસ્ત્રાલંકારથી આડંબર વડે સાસરવાસો કર્યો. ત્યારબાદ પાછો વળીને પોતાના પિતા પાસે આવ્યો, અને સુખવડે પિતાની વૃદ્ધાવરથાનો નિર્વાહ કરવા લાગ્યો. પોતાના પિતાના હાથે દાન કર્માદિક કરાવે છે, એવી રીતે ધર્મના પ્રભાવથી તેને ઘરે દિવસે દિવસે લક્ષ્મી વધવા માંડી. હવે ત્યા ધર્મઘોષ નામનો જૈન આચાર્ય મહારાજ આવ્યા તેના ઉપદેશને શ્રવણ કરી રામદાસે સાત ક્ષેત્રમાં પોતાની લક્ષ્મીને વાપરીને, તેમજ શત્રુંજયાદિક તીર્થને વિષે જાત્રા કરીને તથા પુન્યદાન કરીને તે જ ગુરૂના પાસે દીક્ષા લીધી એને દુસ્તપ તપસ્યા કરીને બન્ને પિતા પુત્ર સ્વર્ગને વિષે ગયા. ત્યાંથી મહાવિદેહમાં જઇને મોક્ષે જશે.
(વિકમ અને આશાની ક્યા) એ કદા પરદુ:ખ કાતર, તથા પરસ્ત્રી સહોદર, શ્રી વિક્રમાદિત્યરાજા ડુકરે હરણ કરવાથી અટવીમાં જઈ પડ્યો ત્યાં આંબાના વૃક્ષ નીચે રહ્યો. ત્યારબાદ રાત્રિને પ્રથમ પહોરે ચાર જણી
M૧૫૧
૧૫૧
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org