________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મલ્યો, તે વાત કરીને ઘણા નગરના લોકોને મેળવીને તેના સન્મુખ જઈને મહાવિસ્તારથી નગરને વિષે પ્રવેશ કરાવ્યો ત્યારબાદ પોતાને ઘરે લાવીને સન્માનપૂર્વક શેત્રુંજીના ઉપર બેસાર્યા તથા હાટથી મંગાવીને બેને બહુ પ્રકારના ઘી ગોળ ખાંયુક્ત પકવાન શાકાદિને પોતાના ભાઈને જમાડવા માટે મધ્યાન્હ તૈયાર કર્યા. ત્યારબાદ, ભાઈને બેસવાને માટે સારું આસન પાથર્યું. તેના ઉપર રામદાસ બેઠી ત્યારબાદ તેના પાસે સુંદર થાળી કચોલા પાણીના લોટા આદિ મૂકીને, તમામ પ્રકારના પકવાશાદિક શાકાદિક પીરસ્યા. અને તેનો બનેવી હાથમાં વીંજણો લઇને પવન નાખતા તેમજ માખીયો ઉડાડવા માંડયો, પણ રામદાસ એક દાણો પણ મુખમાં નાખતો નથી, તેથી બેન બોલી હે રામજીભાઈ ! તમે મોઢામાં એક દાણો પણ કેમ કાંઈ નાખના નથી ? તેથી તેણે કહ્યું કે મારી અભીષ્ટ લક્ષ્મી દેવીનું સ્મરણ કરૂ છું, તેથી આજ મારું રામજીભાઈ નામ તે પ્રગટ કર્યું તે સાંભળી તેની બેન મનમાં કોઈ શંકા પામી એવામાં રામજી બોલ્યો કે : लखमी तुहि सुलक्खणी, जिणे भणाव्या राम । पहेले फेरे आवीयो, चुल्हणफु कण नाम ॥१॥
- ભાવાર્થ : હે લક્ષ્મી ? તું જ સારા લક્ષણવાળી છે કે જેણે રામજીભાઈનું નામ રામ ભણાવ્યું, કારણ કે પ્રથમ જયારે હું આવ્યો ત્યારે મારું નામ ચૂલોસ્કણ હતું, એમ કહ્યા પછી તેણે પકવાન દિક મુખને વિષે નાંખ્યું. ત્યારબાદ સુખે કરીને ભોજન કરીને ઉઠયા પછી બહેનને કહ્યું કે હે બહેન ! પિતાની વૃદ્ધાવસ્થા છે તેથી અહીં આવવાનો મારે અવસર શું છે ? પણ પૂર્વે કરેલા કર્મને કોઈ પણ ઉલ્લંઘન કરી શકવાને માટે શક્તિમાન નથી, તેજ પ્રકારે પુરૂષનું ભાગ્ય પણ પ્રગટ થાય છે. વળી રામદાસે ચિંતવ્યું કે આણેઅપરાધ કરેલ છે, તો પણ મારે તેનો ગુણ લેવો જ યોગ્ય છે, જે માટે કહ્યું છે
કે :
૧૫o
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org