________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દેખીને બહુજ આનંદ પામ્યો. પુત્રે કહ્યું કે હે તાત ! આજથી તમારે હવે કાંઈ પણ ચિંતા ન કરવી. તમેં ઘણી ઋદ્ધિ ઉપાર્જન કરેલી છે, તેથી તમારે તો હવે દાનપુન્ય કર્મ વિશેષ કરીને કરવું. ત્યારબાદ હર્ષ પામી તેના પિતાએ કહ્યું કે હે પુત્ર આટલી બધી લક્ષ્મી તે કયાંથી ઉપાર્જન કરી ? પુત્રે કહ્યું કે રાંધવાની ક્રિયાથી તુષ્ટમાન થયેલા શ્રેષ્ઠિના પુત્ર મને ધનવાન કર્યો છે. એમ કહી સાથે પોતાની બેનનો પણ વૃત્તાંત કહ્યો, ને કહ્યું કે મને શુદ્ધ અન્ન પણ તેણીએ આપેલ નથી. પણ ફક્તરાંધવાની ક્રિયા શીખવેલી છે. તે પુરાના વચન સાંભળી પિતાને પોતાના મનમાં ખેદ થયો. તે અવસરે રામદાસનાં મનમાં પણ બેને કરેલું અપમાન યાદ આવી ગયું. કહયું છે કે गुणिणो गुणेहिं दोसेहिं दुज्जणो, सज्जणो सिणेहेहिं, दुरतरगयावि हु तिन्निवि हिययंमि निवसंति ॥१॥
ભાવાર્થ : ગુણી માણસો પોતાના ગુણોવડે કરીને, તથા દુર્જન માણસો પોતાના દોષોવડે કરીને, તથા સજજન માણસો પોતાના સ્નેહવડે કરીને રહેલા હોય છે, તે દૂર દેશને વિષે ગયા હોય છે તો પણ આ ત્રણે જણા હૃદયમાં નિવાસ કરે છે. સબબ પરિચય.વાળા માણસોએ ત્રણેને વીસરતા નથી. ત્યારપછી તેણે પોતાના પિતાને પૂછયું ક જોઆપ પૂજય મને એક વાર આજ્ઞા આપો તો મારી બેનને એક વાર મળવા માટે જાઉં. તેના પિતાએ કહ્યું કે તારૂં મન હોય તેમ કર. તેથી ગાડી તથા બે બળદ તથા નોકરચાકર પરિવારના સાથે બહુ વસ્ત્રાલંકાર ધારણ કરી ચાલવા માંડયો અનુક્રમે અવંતીને વનપ્રદેશે પહોંચ્યો. ત્યારબાદ પોતાનું આગમન જણાવવા માટે તેણે પોતાની બેન પાસે એક પોતાનો દાસ મોકલ્યો. તેણે તેની બેનને ઘરે જઇને કહ્યું કે તે શ્રેષ્ઠીન્ તારી સ્ત્રીનો ભાઈ રામદાસ ઘણી ઋદ્ધિ સહિત મહાઆડંબરની વનને વિષે આવેલો છે તે વચન સાંભળતાની સાથે જ શ્રેષ્ઠી દુકાનેથી ઉઠીને જલ્દી ઘરે ગયો, અને પોતાની સ્ત્રીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org