________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નામનું કરીને દેશાંતરમાં મોકલ્યું, તેનો જે લાભ આવવા માંડ્યો તે રામદાસને આપ્યો. આવી રીતે કેટલાયેક દિવસમાં શ્રેષ્ઠીપુત્રો તે રામદાસને લક્ષાધિપતિ બનાવી દીધો,તેથી એકદા પ્રસ્તાવ રામદાસ ચિંતવના કરે છે કે મારી જન્મભૂમિ કયાં ? મારો પિતા કયાં, હું કયાં ? કહ્યું છે કે : जणणीय जम्ममूमी,पच्छिमनिद्दा सुमासिया गुठ्ठी । मणइठं माणुस्सं, पंचवि दुःखेण मुच्चंति ॥१॥
ભાવાર્થ : જનની, જન્મભૂમિ,પ્રાત:કાળની નિદ્રા સુભાષિત ગોષ્ઠી, અને મન ઈષ્ટ મનુષ્યોનો સંજોગ આ પાંચે દુઃખે કરીને ત્યાગ કરી શકાય છે. ફરીથી પણ તે મનમાં એવી રીતે ચિંતવના કરે છે કે મારો પિતા હાલમાં જીવે છે કે નહિ ? એટલામાં પોતાના નગરથી ત્યાં આવેલા કોઈકે માણસે તેને કહ્યું કે હેરામદાસ ! તારો પિતા હજી જીવે છે, પરંતુ તે વૃદ્ધાવસ્થામાં તારા વિયોગથી નિર્ધનપણાથી અત્યારે મહાદુઃખી થઇને પોતાના દિવસોને નિર્ગમન કરે છે. તે સાંભળીરામદાસ ચિંતવે છે કે જેનો પુત્ર જીવતો છે ને તેનો પિતા વૃદ્ધાવસ્થામાં દુઃખી થાય છે તો એવા પુરાવડે કરીને શું ? માટે શ્રેષ્ઠીપુત્રને પૂછીને આ સમયે પિતા પાસે જવાય તો સારું આવો વિચાર કરી તેણે શ્રેષ્ઠિપુત્રાને કહ્યું કે હે શ્રેષ્ઠિવર ! તે મને દુઃખથી બહુ જ સુખી કર્યો માટે કોઈ પણ પ્રકારે તમારા ઉપકારનો બદલો મારાથી વાળી શકાશે નહિ, પણ જો તમે પૂજય મને આજ્ઞા આપો તો વૃદ્ધ એવા મારા પિતાનું પ્રતિપાલન કરવા જાઉં,એવા પ્રકારના વિનય યુક્તતેના વચનને શ્રવણ કરી શ્રેષ્ઠી પુત્રે કહ્યું કે હે રામદાસ! તારો વિચાર ઉત્તમ છે. માટે તું સુખે કરીને જા, વળી પણ કામ પડ્યું પાછો આવજે. ત્યારબાદ રામદાસ સ્વામીના આદેશને માગીને ચાલ્યો અને કેટલેક દિવસે પોતાને નગરે પિતા પાસે ગયો, ને પિતાના ચરણકમળને નમીને સ્નેહથી મળ્યો. પિતા પણ પુત્રને લક્ષ્મીસંપન્ન
(૧૪૮)
૧૪૮
Jain Education International
For Personal & Private Use Only
For Personal & Private Use Only
www.jainelibrary.org
www.jainelibrary.ort