________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તારી માતા કોણ ? તારો દેશ કોણ ? તું શા કારણ માટે ઇંહા આવેલો છે. તારામાં કળા શી છે ? તે સાંભળી પોતાનું વૃત્તાંત મૂળથી કહેવા માંડયો. કે હે સ્વામિન્ ! વસંતપુરે ધનશ્રેષ્ઠી તેની રૂપવતી સ્ત્રી છે. તેનો રામદાસ નામનો પુત્ર વિધિવશથકી કાંઈ પણ મારા પાસે નહિ હોવાથી અહીં મારી બેનની પાસે આવેલ છે. બેને પણ મારું નામ યુલ્ડકું કણ પાડી મને રસોઈ કરાવા રાખેલ છે. શ્રેષ્ઠીપુત્રે કહ્યું કે શું ત્યારે તને ત્યાં સમાધિ છે ? તેણે કહ્યું કે મને શાન્તિ કયાંથી હોય ? પ્રથમથી જ પિતાના સુખને છોડી દઈને હું સુખને માટે અહીં આવ્યો, અને અહીં તો તેના ઘરના કામકાજ કર્યા સિવાય બેન ભોજન પણ આપતી નથી, તેથી સુખ કયાંથી હોય? હું તો નિરંતર રસોઈ કરી બેનના ઘરમાં કેવળ ઉદર પોષણ કરૂં છું, બીજું કાંઈ પણ નથી, માટે મને શાન્તિ શાની હોય ? તેવું સાંભળી શ્રેષ્ઠી પુત્ર બોલ્યો કે હે રામદાસ ! તું ભોજન કરવાની ક્રિયા સારી જાણે છે કે એવી જ. તેથી તેણે કહ્યું કે ઘણી જ સુંદર જાણું છું. તેથી શ્રેષ્ઠી પુત્રો કહ્યું કે ત્યારે તું માહારા પાસે રહીશ તો તને ઘણો જ ધનવાન બનાવીશ રામદાસે હા પાડવાથી તેને લઈને શ્રેષ્ઠી પુત્ર પોતને ઘરે આવ્યો. ત્યારબાદ ત્યાં તે સુખે કરીને રહેવા લાગ્યો. હવે કેટલાક કાળ પછી શ્રેષ્ઠી પુત્ર વ્યાપાર માટે સિંહલદ્વીપે જવાને માટે તૈયાર થયો. તેણે રામદાસ રસોયાને પણ સાથે લીધો, ઘણા ભાંડ કરીયાણાવડે વહાણને ભરીને, કેટલાક દિવસે તે સિંહલદ્વીપે ગયો, ત્યારબાદ શ્રેષ્ઠીપુરા ત્યાં વ્યાપાર કરવા લાગ્યો.રામદાસ પણ રસોઈને કરતો તેનો વિનય કરતો સુખે કરી રહેવા લાગ્યો. ત્યારબાદ કેટલાક દિવસ પછી શ્રેષ્ઠીના પુત્ર ચિંતવના કરી કે આ રસવતીનો પકાવનારો સારો વિનયી છે. માટે આને હીરા, વસ્ત્ર મણિ, મૌક્તિક આને પોતાનું કરીને વેચવા મોકલું તો તેને પણ લાભ થાય, તે મને પણ શ્રેષ્ઠ કહેવાય. વળી લાભ આવશે તે તેનો ગણાશે એમ ચિંતવી કિંચિત કરિયાણાદિક તેના
M૧૪૭
૧૪૭
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org