________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બેનો નિર્વાહ મારાથી થઇ શકશે નહિ માટે તું તારી બેનને ઘરે જા. ત્યાં તું વ્યાપારાદિક કાંઇ પણ નહિ કરે તો પા તારી બેન તt ખવરાવશે. આવી રીતે પિતાના વચનને શ્રવણ કરીને તે પિતાના ચરણ કમળને નમસ્કાર કરીને ચાલ્યો ને અંવતીએ પહોંચ્યો, અને બહેનને મળ્યો. લોકો તેની બેનને પૂછવા માંડયા, કે આ કોણ છે ? તેથી તે નિર્ધન હોવાથી કહ્યું કે પરદેશી પરોણો આવેલો છે, પણ આ મારો ભાઈ છે, તેમ લજજાથી બોલતી નથી, જે માટે કહ્યું છે
કે
अलियंपि जणो धणवंतस्स, सयणत्तं पयासेह । परमत्थबंधवेणवि, जल्लजइ खीणविहवेण ॥
| ભાવાર્થ : બંધવ ન હોય છતાં પણ લોક ધનવંતના સાથે સ્વજનપણાનો સંબંધ ધરાવે છે, અને પોતાનો સગો બંધવ હોય તો પણ વૈભવક્ષીણ થયેલ હોય તેથી લજજા ધારણ કરવાવાળા થાય છે, તેણીયે બે ત્રણ દિવસ સુધી તેને ભોજન આપ્યું. ત્યારબાદ કહ્યું કે હે ભાઈ ! કાંઇ પણ ઘરનું કામ કર. તેણે કહ્યું કે કામ તો હું કાંઈ પણ કરવાનો નથી, તેણીએ કહ્યું કે જો કોઈ પણ કામ નહિ કરે તો તને ભોજન પણ કયાંથી મળશે ? તેવું સાંભળી તેણે ચિંતવ્યું શું કરું ? કયા જાઉં ? કોની પાસે મારું દુ:ખ હું નિવેદન કરું, કે બહેન પણ આવા કઠોર હૃદયવાળી થઈ, તેથી હાલમાં હું બહેનનું કાંઈપણ કહ્યું કરું એવું ચિંતવી તેને ઘરે રાંધવાનું કામ કરવા લાગ્યો. એ પ્રકારે તેણે પોતાના કાળને કાઢવા માંડ્યો. વળી ફરીથી કોઈકે તેની બહેનને પૂછ્યું કે આ કોણ છે ? ત્યારે તેણીએ લજ્જાના વશથી કહ્યું કે મારા પિતાયે આ ચુલ્હો ફૂંકનાર નામનો નોકર મોકલ્યો છે, તે સાંભલી રામદાસ અત્યંત મનમાં દુભાણો. એકદા દેહચિતા માટે તે નગરની બહાર ગયો. તે સમયે એક શ્રેષ્ઠીપુત્ર નગરથી બહાર આવેલો હતો તેણે રામદાસને પુછયું કે તું કોણ છે ? તારો પિતા કોણ ?
૧૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org