________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિવાહે આવી. તેની ભોજનાદિકવડે બહુ જ ભક્તિ કરવાથી તે બોલી
જમો ઘરેણાં માહરા, જમોને મહારા ચીર. આદર તો તમને કરે, એહીજ મહારો વીર,
આવી રીતે વારંવાર બોલતી તે ખાનપાનના કોળીયા કંડુલહાર-વીટીં-કડા વિગેરે આભૂષણ પાસે મૂકવા માંડી આવી વિપરીત ચેષ્ટા કરતી તેને દેખીને તેના સ્વજન વર્ગે પૂછયું કે “આ તું શું કરે છે ? ત્યારે તેણે પોતાના અપમાનનો પ્રથમનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી લોકોએ તેના બાઇની નિંદા કરી, અને બીજા વડે સ્તુતિ કરાયેલી તે પોતાના પતિને ઘરે ગદા ધન હોય છે ત્યારે જ પોતાના મનુષ્યોને પણ પ્રેમ થાય છે, સિવાય નહિ, (ધનવિના બહેને રેલ રામદાસના અપમાન ઉપર ક્વા.)
વસંતપુરને વિષે ધન નામનો શ્રેષ્ઠી વસતો હતો, તેને રૂપવતી નામની સ્ત્રી હતી. તેને રૂપસેના નામની પુત્રી અને રામદાસ નામનો પુત્ર હતો. રૂપસેનાને તેના પિતાએ અવંતીમાં રહેનાર ધનાઢયના પુત્રના સાથે આડંબરથી પરણાવી હતી. હવે રામદાસની માતા બાલ્યાવસ્થામાં જ મરણ પામેલી હતી, તેથી પિતાએ બાળકને પોષીને મોટો કર્યો, પરંતુ તે વ્યાપારાદિક વિગેરે કોઈ પણ કાર્યને શીખતો નથી, પણ એક જ ભોજન, આચ્છાદનાદિક નિદ્રા, વિગેરેના સુખનો અનુભવ કરે છે. ઘરની કાંઇપણ ચિંતા કરતો નથી, તેવા પ્રકારના વર્તનથી તેની જે લક્ષ્મી હતી તે બધી નાશ પામી અને શ્રેષ્ઠી દુઃખી થયો. એકદા પિતાએ પુત્રને કહ્યું કે હે પુત્ર ? હું તો વૃદ્ધ થયો, પણ તું કાંઇપણ ઘરની ચિંતા નથી કરતો તેઠીક નહિ. એમ કરવાથી ઘરનો નિર્વાહ કેવી રીતે થશે ? ત્યારે પુત્રે કહ્યું કે જે થવાનું હો તે થાવ, પણ હું તો કાંઇપણ કામ કરનાર નથી, તેથી અત્યંત દુ:ખથી પીડિત પિતાએ કહ્યું કે હે પુત્ર ! હું વૃદ્ધ થયેલ છું, માટે તારો ને મારો
૧૪૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org