________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મનુષ્યની ખોપરી છે ત્યારે તે બીજા જમણા હાથમાં પાણી શા માટે રાખેલ છે ? આવું સાંભળી માતંગી કહે છે કે (૨) મિત્રદ્રોહી, કુતદની, ચૌર, વિશ્વાસઘાતી કદાચિનુ માર્ગને વિષે ચાલેલો હોય તે કારણથી આ પાણીની છટા છાંટયા પછી પગલું ભરું છું. (૩) જૂઠી સાક્ષી પૂરનાર, અસત્યવાદી, પક્ષપાતી તથા જગટ્ટક કદાચિત આ માર્ગે ચાલેલો હોય તે કારણથી પાણીની છટા નાખીને છંટકાવ કર્યા પછી ચાલું છું. આ ઉપરોક્ત હકીકત ઉપરથી વાંચકવૃંદને વિચારવાનું છે કે ઉપરના મહાદુર્ગુણો ધારણ કરનારા કરતા પણ માંસ મદિરાની ભક્ષણ કરનાર માતંગી પોતાને પવિત્ર માને છે. (૪) અગ્નિની શિખાનો સ્પર્શ કરવો સારો તથા સર્પના મુખનું ચુંબન કરવું સારું તેમ જ હલાહલ વિષનું આસ્વાદન કરવું સારૂ પરંતુ પરના દ્રવ્યને હરણ કરવું સારું નથી. ૫.
(દારિદ્રય ઉપર ચંદન શ્રી ક્યા) મકરાવાસ નગરે ધરણ શેઠની બહેન ચંદન શ્રી હતી. તે પોતાના ઘરને વિષે દારિદ્રયપણાથી દારિદ્રયપીડિત હતી, એકદા પ્રસ્તાવે તે પોતાના ભાઈના છોકરાના વિવાહને વિષે વસ્ત્રાલંકારાદિક આડંબર રહિત પોતાના પિતાને ઘરે આવી, ત્યાં પૈસા પાત્રો એવી પોતાની બીજી બહેનો વસ્ત્રાલંકારવડે અત્યંત આડંબરવાળી હોવાથી અને તેનું અત્યંત આદરમાન, તેમજ પોતાનું અત્યંત અપમાન થયેલું જાણી, ધનને ધિક્કાર છે, ઇતિ ચિંતવના કરતી પિતાના ઘરથી અપમાન પામીને પતિને ઘરે ગઈ. અન્યદા દારિદ્રયપણું દૂર થવાથી ઉત્તમોત્તમ વસ્ત્રોને ધારણ કરીને હાથના અંદર સુંદર સોનાના કડાને પહેરીને મુખને વિષે તાંબૂલને ભરીને, સમગ્ર શરીરના અવયવ વિષે ચંદનનું વિલેપન કરીને, નૂપુરવડે પગને શોભાવીને, મણિમોતીઓના અલંકારો હૃદયકંઠે ધારણ કરીને મસ્તકની વેણીને વિષે ફુલો ભરીને ઉત્તમ વસ્ત્રના કંચઆવડે સ્તનાદિકને ગાઢ ઢાંકીને, બીજા ભાઈના -૧૪૪
~
૧૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org