________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સદ્દાનની અનુમોદના કરે ૫. આ પાંચ સત્પાત્રને વિષે દાન આપનારાના ભૂષણો છે. ૧૪. માટે દાનના દૂષણો ટાળી સત્પાત્રને વિષે દાન આપવાથી મહાલાભને માટે થાય છે. જુઓ અન્ય દર્શનીયોના પુસ્તકમાં કહ્યું છે કે શ્રી હર્ષરાજા દર પાંચ વર્ષે પ્રયાગમાં જઈને પોતાના તમામ ભંડારોને દાનમાં આપી દેતો તથા હીરા,રત્નો, માં એડજડિત અલંકારોને તેમજ તમામ વસ્ત્રોને આપીદેતો. પ્રયાગમાં ૭૫ દિવસ વીશ વીશ રાજાઓ સાથે રહીને સર્વનું દાન કરતો તેમ તેમ લક્ષ્મી તેને વધારે મળતી હતી, કારણ કે દાનથી જ લક્ષ્મી વૃદ્ધિને પામે છે. ધર્મ માર્ગને વિષે લક્ષ્મીનો વ્યય કર્યા સિવાય મનુષ્યજનોની લક્ષ્મી કોઇ પણ પ્રકારે ટકી શકતી નથી.
| ( ધનશ્રેષ્ઠીનું દષ્ટાંત) કાંચનપુરને વિષે ૯૯ લાખ દ્રવ્યનો સ્વામી ધનશ્રેષ્ઠી હતો. પપ લાખ દ્રવ્ય તેમના આગળના પૂર્વજોએ ઉપાર્જન કરેલું હતું. ૪૪ લાખ દ્રવ્ય તેના પિતાએ ઉપાર્જન કરેલું હતું. એક કોટી દ્રવ્ય કરવા તે વ્યવસાયથી ઉદ્યમ કરે છે, પરંતુ ઇચ્છા પૂર્ણ થતી નથી તેથી દર વર્ષે એક લાખ દ્રવ્ય ધર્માદામાં ખર્ચ કરતો હતો તે બંધ કર્યું. કેટલાયક વર્ષે તપાસ કરી તો પણ ૯૯ લાખ જ દ્રવ્ય રહ્યું.દેશાંતરે ગયો.કોટી દ્રવ્યથી અધિક મેળવ્યું રસ્તામાં પાછો ફર્યો ત્યારે ચોરોએ લૂંટફાટ કરી હરણ કર્યું. ગુપ્ત આભૂષણો વિગેરે વેચી તપાસ કર્યો તો પણ ૯૯ લાખ જ રહ્યું ત્યારે મિત્રને પ્રશ્ન કર્યો કે મને આટલું જ ? કેમ! તેણે કહ્યું કે તારું ભાગ્ય ૯૯ લાખ જેટલું જ છે. તે સાંભળી આત્મનિંદા સાથે આર્તધ્યાનમાં પડી વિચારે છે કે સાહાણ, વાહાણ, પહાણ આ ત્રણ વિના લક્ષ્મી નથી, તેથી મિત્રોયે વાર્યા છતાં પણ વહાણમાં ચડ્યો.પરદેશ જઈ બહુ લક્ષ્મી ઉપાર્જન કરી પાછો ફર્યો. દરિયામાં તોફાનથી તમામ ધન નાશ પામ્યું. વહાણ ભાંગ્યું. હાથમાં પાટિયું આવવાથી સમુદ્ર કાંઠે આવી ઘરે ગયો. ગુપ્ત રીતે કોટીનું રત્ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org