________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કાળક્ષેપ કરીને આપવું. તે ૧, અવજ્ઞા કરીને આપવું તે ૨, પશ્ચાતાપ સહિત આપવું તે ૩, વિકસ્થિત આપીને કહી દેખાડવું તે ૪, હીનતર આપવું તે ૫, અનૌચિત આપવું તે ૬. એ છ દાનો મલિન-નીચ કહેવાય છે. ૮. કાળક્ષેપ કરીને દાન આપનારી સ્ત્રી ધન વિનાનીનિર્ધન અને પતિ રહિત થાય છે, અને અવજ્ઞા કરીને દાન આપનારી
સ્ટરી પુત્ર વિનાની થાય છે, તેમજ સંતાપ, પશ્ચાતાપ કરીને દાન આપનારી સ્ત્રી દુર્ભાગી થાય છે. ૯. ખરાબ અને આપીને કહી દેખાડનારી સ્ત્રી અલ્પ આયુષ્યવાળી થાય છે, અહી હીન દાન આપવાથી તમામ પ્રકારે હીનતાવાળી થાય છે. વળી અનુચિત દાન આપનારી સ્ત્રી વ્યાધિ ગ્રસ્ત થાય છે. આ ઉપરોક્ત છ દાનો મલિન નિંદ્ય કેહવાય છે. ૧૦ અનાદર કરીને આપે. વિલંબ કરીને આપે, -અવળે વિપરીત મુખ કરીને આપે, ખરાબ વચન બોલતી આપે અને પશ્ચાત્તાપ કરીને આપે આ પાંચે શ્રેષ્ઠ દાનને દોષ ઉત્પન્ન કરનારા ધિક્કારનારા તિરસ્કાર કરનારા છે. ૧૧. વળી કાળું મોટું કરી દાન આપે, વાંકુ મુખ કરી દાન આપે, વિરક્તથઈ દાન આપે હતાશ થઈ દાન આપે એવા પ્રકારે દાન આપવાથી ગુણ શું થાય છે ? અર્થાત્ કાંઈ જ નહિ. ખાખરાના વૃક્ષને જે ફળ થાય છે તે ફળ કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી તેવી રીતે ઉપરોક્ત પ્રકારના ચિત્રો ધારણ કરી દાન આપનારને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. ૧૨ દાન આપવાના સમયે ભ્રકુટી ધારણ કરે ૧, ઉંચા નેત્રો કરે. ૨, નીચી દૃષ્ટિ કરે ૩, પરમુખ મુખ કરે ૪, મૌન ધારણ કરે ૫, કાળ વિલંબ કરે ૬, આવી રીતે દાન નહિ આપવાથી ઇચ્છાવાળાના છ ચિહ્નોવિના બોલ્ટે નકારને સૂચવનારા છે. અર્થાત્ ઉપરોક્ત છ ચિહ્નો જોઈ જાણી લેવું કે આને દાન આપવાની ઇચ્છા જ નથી. ૧૩ દાન આપતી વખતે આનંદના આંસુ આવે ૧, શરીરરોમાંચિત થાય ૨, મુખેથી સારા વચનો બોલી બહુમાન કરે, ૩ તેમજ પ્રિયમિષ્ટ વચન બોલે ૪ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org