________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જંઘામાં નાખેલું હતું તે કાઢયું પણ લોહીથી ખરાબ થયું તેથી અલ્પ મૂલ્ય ઉપજયું. તપાસ કરી તો પણ ૯૯ લાખ જ પછી થાક્યો કોટી ધનનો વિચાર બંધ કરી ધર્મમાર્ગે બહુ દ્રવ્યનો વ્યય કરવા માંડયો. તે પુન્યોદયથી અલ્પસમયમાં કોટાધિપતિ થયો અને દાન-પુન્ય કરી સદ્ગતિમાં ગયો. સત્પાત્રે મુનિને દાન આપવાથી પત્થરાપણ રત્નો થાય છે.
( ઘનસારનું દષ્ટાંત ) પ્રતિષ્ઠાનપુરે ઘનસાર શ્રેષ્ઠી વસતો હતો.તે ભદ્રિકભાવીને સરલ સ્વભાવી હતો. એકદા મુનિમહારાજનો યોગ મળવાથી ઉપદેશ સાંભળ્યો. આ અસાર દેહથી સાર ગ્રહણ કરવો તે જ મનુષ્ય જન્મની સાફલ્યતા છે તે સાંભલી બાર વ્રતો અંગીકાર કર્યા. એકાંતરે ઉપવાસ કરે છે. પૂર્વકર્મના અંતરાયયોગે ધનનો નાશ થયો. તેની સ્ત્રી હઠ પકડી પોતાને પિયર તેને ધન લેવા મોકલ્યો વસ્તુના અભાવે સાથવો કરીને આપ્યો. રસ્તામાં માસક્ષમણના પારણાવાળા મુનિ મળવાથી સાથવાનું દાન આનંદ તથા શ્રદ્ધા સહિત આપ્યું. સાગરે ગયો. નિર્ધન હોવાથી અપમાન કર્યું. ત્યાંથી પાછો ફર્યો રસ્તામાં નદી આવી કાંઠે બેસી વિચાર કરે છે. સ્ત્રી ખડીયો ખાલી દેખશે તો ઉદાસ થશે. એટલે ખડીયામાં કાંકરા ભર્યા ઘરે ગયો. સ્ત્રીએ જાણ્યું કે મહારા પીયરથી દ્રવ્ય લાવેલ છે. સામી ગઈ ખડીયો લઈ લીધો. ઘરમાં મુકયો ઘનસાર પૂજા કરવા ગયો. સ્ત્રીયે ખડીયો ખોલી જોયું તો તમામ કાંકરાના રત્નો થઈ ગયેલા દેખ્યા.પોતાના ધણીને વાત કરી તેથી તે આશ્ચર્ય સાથે બોલ્યો કે તારા બાપે મહારું અપમાન કરેલ છે. આ તો તપસ્વી મુનિને સાથવાના દાનના પ્રતાપે શાસનદેવે પત્થરાના રત્ન કરી દીધા છે તે મુનિદાનું ફળ છે. પછી વિશેષે દાન ધર્મ કરી પરલોકે સદ્ગતિમાં ગયો.
ઝિયારતાર્યન ક્રિયા કરવાને વિષે ઉજમાળ રહેવું તે જ
૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org