________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મનુષ્ય જન્મનું તાત્પર્ય છે. જૈન માર્ગ રકત સાધુ-સાધ્વીશ્રાવકશ્રાવિકાને ઉત્તમ પ્રકારે સક્રિયા કરવાને માટે વીતરાગની આજ્ઞા છે તે આજ્ઞા પ્રમાણે તપ-જપ-વ્રત- પ્રત્યાખ્યાનજ્ઞાનધ્યાન- ક્રિયાકાંડ સામાયિક- પૌષધ પ્રતિક્રમણ-પૂજા વિગેરે કરવાના કહ્યા છે માટે શુદ્ધ મન-વચન-કાયાથી પરમાત્માની આજ્ઞા સહિત ક્રિયા કરવી. જુઓ, आगमे परमात्मानी आज्ञा आणा खंडनकारी, जइवि तिकालं महाविभूइए । पूअइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥१॥ आणाइ तवो आणाइ संजमो, तहइदाणमाणआणाए । आणा रहिओ धम्मो, पलालपुलुव्व परिहाइ ॥२॥
ભાવાર્થ : ભગવાનની આજ્ઞાનું ખંડન કરનાર યદ્યપિ મહાવિભૂતિવડે કરીને ત્રિકાલ વીતરાગની પૂજા કરે તો પણ તેનું સર્વ નિરર્થક છે. ૧ તપ-જપ સંયમ તેમજ દાનમાનાદિક વિગેરે વીતરાગની આજ્ઞ પ્રમાણે કરવાથી જ શોભે છે અને લાભ આપે છે, પરંતુ આજ્ઞા રહિત ધર્મઘાસના પૂળાના પેઠે સર્વથા નકામો છે માટે જે જે ધર્મક્રિયા અનુષ્ઠાનાદિ કરે તે પરમાત્માની આજ્ઞા સહિત કરવાથી ફલિભૂત થાય છે. ૨. जुओ महानिशीथसूत्रे तिथिधर्मानुष्ठानविचार __ भयवं, बीयपमुहासु पंचसु तिहिसु अणुठाणकयं कि फलं होइ, गोयमा बहुफलं होइ जओणं जीवेणं एयासु तिहीसु परमावाउय बंधई, तम्हासमणे वा समणी वा सावएण वा साविआओ विसेसओ धम्माणुठाणं कायव्वं । - ભાવાર્થ : હે ભગવન્બીજ આદિ પાંચ તિથિયોને વિષે ધર્મ અનુષ્ઠાન કરવાથી શું ફલ થાય. હે ગૌતમ, બહુ ફલ થાય. જે કારણ માટે જીવો, એ ઉપરોક્ત તિથિયોને વિષે પરભવના આયુષ્યને બાંધે છે. તે કારણ માટે સાધુ તથા સાધ્વીયોયે તેમજ શ્રાવકશ્રાવિકાઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org