________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નહિ મળવાથી તથા પોતાના ધંધામાં ઉદ્યમ નહિ કરવાથી દરિદ્ર અવસ્થાથી પરાભવ પામી મથુરામાં આવી પોતાના સાસરાને ઘરે રહ્યો, ત્યાં પણ તેના સાળા આદિએ હાસ્ય કર્યા છતાંપણ સારા લક્ષણવાળ લાકડુ નહિ મળવાથી, નિરંતર તે વ્યાપાર કર્મને વિષે પરાંમુખ થઇ, દુઃખે કરી પેટ ભરવા માંડયો, એકદા જમુના નદીમાં વહેતું શાસ્ત્રોકત સારા લક્ષણવાળું લાકડું દેખીને તેને લઈને તે ઘરે આવ્યો, અને તે લાકડાના અર્ધમાનવડે કરી પાલી બનાવી લાખ સુવર્ણ મૂલ્ય વિના તાહારે કોઈને આપવી નહિ, એમ કહી, પોતાની સ્ત્રીને પ્રાતઃકાળે ચૌટામાં મોકલી, લોકો તેની પાસે મૂલ્ય પુછે તો લાખ સુવર્ણ જ કહે છે, તેથી કોઇયે તે પાલી લીધી નહિ, પરંતુ લોકોએ તેની બહુ જ હાંસી કરતાં છતાં પણ પોતાના પતિના વાકયને ઉલ્લંઘન નહિ કરવાથી સાયંકાળ સુધી ત્યાં જ બેસી રહી, તે વખતે દુકાનેથી ઘેર ગમન કરતાં ચંદ્ર નામના શ્રેષ્ઠિય પુછવાથી તેજ મૂલ્ય કહ્યું એટલે શ્રેષ્ઠિયે તે લઈને મૂલ્ય આપી તેજ સ્ત્રીના સાથે તેના ઘરે ગયો, ને તેનો મહિમા પુછવાથી, સૂત્રધારે કહ્યું કે હે શ્રેષ્ઠિન ! તાહારું ભાગ્ય બહુ જ મોટું છે. આ પાત્રને વિષે જે વસ્તુ નાંખીયે તે કદાપિ કાળે ખુટે જ નહિ તે સાંભળી તેને ચિંતામણિ રત્નના સમાન માનીને શ્રેષ્ઠિ તે પાત્ર લઇને પોતાના ઘરે ગયો, અને મનોરથે પણ અર્ધ રહેલ લાકડાનું પાત્રબનાવી, તેના અંદર ધન નાંખીને કુબેર ભંડારીના પેઠે શ્રીમાન્ થયો,અને શેઠીયો પણ બહુજ લક્ષ્મીવાન થયો. ભલે આવી કળાઓ હોય પણ ધર્મકળા શિવાય પરલોકે કોઈ પણ કળા સુખ આપનારી નથી.
( મિત્રદ્રોહે શૃંગાલ-હરિણ-કાકાદિક ક્યા) धिक् तं कृतघ्नं जलधेरिवैर्वं, पूर्वोपकृन्मित्रपरांमुखो यः । तस्यानुकूलो न विधिर्यदस्त्रं, मृगे प्रयुक्तं न्यपतच्छुगाले ॥१॥ | ભાવાર્થ : તે કૃતજ્ઞ મિત્રોને ધિક્કાર થાઓ, કારણ કે સમુદ્ર
४०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org