________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વડવાનલને ઉપકાર કરી પોતાના અંદર રાખે છે, ત્યારે તે કૃતઘ્ન સમુદ્રનુ જ શોષણ કરે છે, તે વડવાનલ જેમ મિત્રથી પરાંમુખ છે, તેમ કૃતન શીયાળ હરણના ઉપર દ્રોહ કરવાથી તેના ઉપર નાખેલ ક્ષેત્રપતિયે શસ્ત્ર તે શીયાળના જ ઉપર પડયું, કારણ કે હરણના ભાગ્યદેવતા તેને અનુકૂલ હતા.
શાલીગ્રામના નજીકવર્તી પુરાણ નામના વનને વિષે શીયાળ, હરણ અને કાગડો આ ત્રણે મિત્રતા ધારણ કરી સુખે કરી રહેતા હતા, અને તેઓ પોતપોતાના ભક્ષ્ય સ્થાનને જણાવી પરસ્પર ભક્તિ કરતા હતા, હવે એકદા પ્રસ્તાવે કાગડાએ જણાવેલ યક્ષના ક્ષેત્રોમાં હરણચારો ચરવા ગયું, હવે ક્ષેત્રના ઘણીયે યવોને ભક્ષણ કરેલ દેખી, બીજા દિવસે ક્ષેત્રધણીયે પાશને માંડી દીધું, હવે જ્યારે હરણયવો ચરવા આવ્યો કે પાશને વિષે પડ્યો. તે અવસરે તેને ખોળવા આવેલા કાગડાથે તેની આવી અવસ્થા દેખીને, પોતાના મિત્રના દુઃખે દુ:ખી થયેલા કાગડાએ શીયાળ પાસે આવીને કહ્યું કે હે મિત્ર ! પાશને વિષે પડેલા એ આપણા મિત્રને છોડાવવા માટે તીક્ષ્ણ એવા દાંતવડે કરી તે જાલપાશ તોડીને મિત્રને દુઃખથી મુક્ત કરવો જોઇયે તે સાંભળી મિત્રદોહી શીયાલ વિચાર કરે છે કે હરણ કોનો મિત્ર છે ? આને મુકાવવાનું મારે શું કારણ છે, પરંતુ આ જો મરશે તો બે ત્રણ દિવસ ચાલે તેટલું તેનુ માંસ મળવાથી મને તૃપ્તિ થશે, એવું વિચારી શીયાલે કહ્યું કે વૃદ્ધા અવસ્થાથી તે પાશ તોડવાને માટે મારી શક્તિ નથી.તે સાંભળી કાગડો હરણ પાસે ગયો, અને કહે છે કે હે મિત્ર ! આ ખેતરનો ધણી આવે ત્યારે શ્વાસને રોકીને મરેલાના પેઠે પડયો રહેજે જયાં સુધી તે પાશ છોડે ત્યાંસુધી લગાર માત્ર પણ ચાલીશ નહી. જયારે તે પાશને છોડી દૂર જાય, ત્યારે ધીમે ધીમે, ઉઠીને પલાયમાન થજે. એવી રીતે તેને શીખવીને એક નજીકના વૃક્ષ ઉપર ચડીને કાગડો બેઠો. ત્યારબાદ પ્રાતઃકાળે ભોજન તેમજ કુહાડો હાથમાં લઇને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org