________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ખેતરનો ધણી આવ્યો તેવામાં તે મૃગલાને મરેલો દેખીને એક જગ્યાએ અન્નને મુકીને ધીમેથી તેના બંધનને છોડી દીધા, તેથી તમામ બંધન છોડવાથી પાશને છોડેલ દેખી કાગડો તેના અન્ન ઉપર બેઠો, હવે સર્વથા નિર્જીવ તે હરણીયાને જાણીને તેને મૂકી કાગડાને ઉડાડવા જેવો જાય છે તેવામાં તેને દૂર ગયેલો જાણીને હરણ ફાળને મારી દોડયો ગયો, હવે તે હરણિ દોડવાથી ક્રોધ પામેલા ખેતરવાળાએ કુહાડાનો ઘા તે પ્રત્યે કર્યો. તે હરણ દૂર જવાથી તેને ન વાગ્યો પણ પોતાના મિત્રના ઉપર દ્રોહ કરનાર તેમજ મિત્ર માંસના લોભી નજીકની જાળમાં રહેલ શીયાળિયાને મસ્તક ઉપર વાગવાથી તેનું માથુ ફુટી જવાથી તે ત્યાં જ મરણ પામ્યો અને કાગડો તથા હરણ પરસ્પર ભક્તિ કરીને સુખના ભાગીદાર થયા. અજ્ઞાન કુળ-શીલ સાથે મિત્રતા કરનાર સ્ત્રી-દ્રોહ
મગર-વાનર ક્યા ये प्राणिनोऽज्ञातकुलस्वभावै मैत्रीवीजनैः सार्धमुपाचरन्ति । वृनं ति ते कष्टदशांकपिर्यन्नीतो जलांतर्मकरेण दंभात् ॥१॥
ભાવાર્થ : જે જીવો અજાણ્યા કુળ-શીલ સ્વભાવવાળા જીવોના સાથે મિત્રતા ધારણ કરે છે, તે મગરમચ્છ કપટથકી પાણીની અંદર લઈ ગયેલા વાંદરાના પેઠે કષ્ટ દશાને પામે છે.
સમુદ્રકાંઠે પુષ્પાકર નામનું વન હતું, તેમાં વનપ્રિય નામનો એક વાંદરો વસતો હતો. તે એકદા જયાં ત્યા ફરતો હતો, તેથી ફરતો ફરતો સમુદ્ર પ્રત્યે ગયો અને ત્યાં સમુદ્રને વિષે લોટતા મોટી કાયાવાળા એક મગરમચ્છને દેખીને તેમણે કહ્યું કે હે મિત્રા ! તું જીવિત વ્યથી ઉદ્વેગ પામેલા હોય તેમ કેમ દેખાય છે ? અહીયાં ક્રોધી એવા પારધી ફરે છે, છતાં તું તેને ગોચર થઈને નિશ્ચિતતાથી રહેલો છે. તે સાંભળી મગરે કહાં કે જે જેનું સ્થાન વિધાતાએ કહ્યું છે, આપ્યું
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org