________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, તે જ તેને રૂચે છે, તેમાં જ તેની પ્રીતિ થાય છે અને આના માટે સ્મૃતિ પુરાણમાં આવી વાણી છે કે તે લક્ષ્મણ ! યદ્યપિ આ લંકા સોનાની છે, પરંતુ તે મને રૂચતી નથી, હું તો પિતાના કુળક્રમે આવેલી નિર્ધન એવીઅયોધ્યાને જ પ્રસન્ન કરું છું, તેથી તે વાનર ! તને દેખવાથી આજે આ મારી જન્મભૂમિ પવિત્ર થઈ તેમ હું માનું છું અને મારું જીવિતવ્ય પણ સફળ થયું, માટે જ હું મારા અંતઃકરણને વિષે સ્થળભૂમિ ઉપર જ ઉત્પન્ન થયેલ છું તેમ માનું છું, કારણ કે
જ્યાં તમારા જેવા ધન્યવાદ આપવાને લાયક પ્રાણિગણ વાસ કરે છે હવે વાંદરો પણ ચમત્કાર પામ્યો, અને કહેવા લાગ્યો કે હે મગર ! તું જ અહીંઆ એક જ મિત્રતા ધારણ કરનારાઓમાં શિરોમણિ છો, તેકારણ માટે મને આજથી તારી સાથે પ્રીતિ છે તેમ તારે માનવું. આવી રીતે કહી વાનરાએ વગડામાંથી તેને કેળા આદિ અનેક ફળોને લાવીને ખવરાવવા માંડયા. મગરે પણ હર્ષ પામી તે લઈને પોતાની સ્ત્રીને આપ્યા. તેણીયે પણ ફળનું વૃત્તાંત મગરને પૂછવાથી મગરે યથાસ્થિત કહાં તે સાંભળી મકરીયે પણ ગર્ભાનુભાવથી આવી વિચારણા કરી કે જે વાંદરો નિરંતર આવા સુંદર ફલોને ખાય છે તેના હૃદયનું માંસ પણ કેવું સ્વાદિષ્ટ હશે આવી વિચારણા કરીતેણીએ કહ્યું કે હે સ્વામિન્ ! ગર્ભના વશવર્તીપણાથી તે વાંદરાનું કાળજું ખાવાનો મને દોહલો ઉત્પન્ન થયેલો છે, માટે તે મારો દોહલો તું પૂર્ણ કરીશ તો હું જીવિશ, નહિ તો મરણ પામીશ. તે સાંભળી મૂર્ખ મગર પણ તેના વચનથી છેતરાઇને સમુદ્રતટે આવીને કહે છે કે હે મિત્ર ! આજ તને તારી ભોજાઈ નિમંત્રણ કરે છે, તેથી આવ ને શીઘ્રતાથી તું તેને જો, અને અમારું મનોહર ઘર પણ જો. આવી રીતે કહેવાથી વાનર તુરત વૃક્ષથી નીચે ઉતર્યો. તેને મગરે પોતાની પીઠ ઉપર ચડાવી પાણી કાપવા માંડયું. વાંદરો સમુદ્રના મધ્ય ભાગે જવાથી અગાધ જળમાં ભય પામ્યો, તેથી તેને આતુરતાથી કહ્યું કે હે મિત્ર ! કહે તો ખરો
૪3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org