________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ત્યાં મારી ભોજાઇને મારું શું કામ પડયું, તે સાંભળી મગરે વિચાર્યું કે-વાંદરો અહિયા આવેલો છે, તેથી હવે કયાં જવાનો છે ? માટે તેના પાસે સત્ય જ કહેવું. એમ વિચારી નીચે પ્રમાણે બોલ્યો કે -
મિત્ર કુડાકુડ જેપીયે, નહુ જંપીયે અલિયણ, મુજ મહિલા તો જીવસે, ખાધે તુજ હિયએણ,
કપીદ્દે પણ તે વચન સાંભળી ! વિચાર કર્યો કે, અરે ! આ તો મૂર્ખ શિરોમણિ છે, મેં તેને ફળો આપી ઉપકાર કર્યો તો મને જ મારવાને ચાહે છે, માટે હવે છુટવાનો ઉપાયકરૂં એમ વીચારીને વાંદરે કહ્યું કે રે જલચર નિબુદ્ધિવાળા ! તે પ્રથમ મને કેમ ન કહ્યું. ? કારણ કે તમામ વાંદરાના કાળજા વૃક્ષના અગ્રભાગ ઉપર જ છે, કારણે ઘણા ફળો ખાવાથી કાળજુ લીલું બહુ જ રહે છે, માટે સુકવવાને માટે મુકેલુ છે, વાસ્તે ચાલ જલ્દી પાછો કાળજુ મારી પાસે નથી,કાળજા વિના ફોગટ મારી ભાભી પાસે લઈ જઈને શું કરીશ. ત્યાં જઈને કાળજું લઇને આવું છું કહ્યું છે કે :
હૃદય વિહુણો હું ફરું, સુણ હો બંધન મુગ્ધ, ઘટભીતર જે કાળજુ, તે મેં આંબે બદ્ધ.
તે સાંભળી મગરે પણ કહ્યું કે, હે વાનર ! તારું હૃદય કયાં છે ? તે મને કહે કે હું જલ્દી હાલમાં જઈને લઈ આવું. તેથી વાંદરાયે કહ્યું કે હે મિત્ર ! શું તે નથી સાંભળ્યું કે-ઉંબરાદિક ફળને ધારણ કરનાર વડવૃક્ષના ઉપર છે, માટે ચાલ મને લઇને કે જલ્દી તે લઈને મારી ભોજાઈને આપું. એવા પ્રકારે વાનરે કહેવાથી મગર તેને લઈને પાછો ફર્યો, ને કાંઠે જઈને પોતાની પીઠ ઉપરથી વાંદરાને ઉતારવાથી વૃક્ષના ઉપર ચડીને બેઠો અને પછી બોલ્યો કે હે ભાઈ ! તાહરી પ્રીતિ મેં જાણી હવે તું જા, કારણ કે હું અહીંઆ રહેલ છું, તેથી ત્યારા જેવા મને લઈ શકશે નહિ. વળી પણ જળચર જીવોની સંગતિ
M૪૪
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org