________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સ્થળચરે કરવી નહિ તેવું મુનિયોનુ વચન છે. કહ્યું છે કે –
વાનર હું મહામંડલે, જલચર તું જા ઘરે, તુજ નારી જો જીવે નહિ, તો તું પણ સાથે મરે. ૧. જલચર જીવને બુદ્ધિ આ, તારું કાજ ન સિદ્ધ, ઘટભીંતર જે કાળજું, તે શું આબે બદ્ધ. ૨
આવી રીતે કહીને વાંદરો લગાર રૂદન કરવા માંડયો, એટલે મગરે કહ્યું કે હે વાનર ! મરણના સંબંધ વખતે તું હાસ્ય કરવા માંડયો, અને આ જીવિતવ્યના સમયે રૂદન વારંવાર શા માટે કરે છે ? તેથી વાંદરે કહ્યું કે હું મારા આત્માના દુઃખે રોતો નથી, પરંતુ પરના દુઃખે રોઉ છું, કારણ કે જે તારા ચરિત્રને જાણતા નથી, તે બિચારા રાંકડાની દશા શી થશે ? આવી રીતે સાંભળી વિલક્ષણ હૃદયવાળો મગર પોતાને સ્થાને ગયો અને વાંદરો પણ વનને વિષે ક્રીડા કરતો સુખનો ભાજન થયો. કહ્યું છે કે - अज्ञातकुलशीलेन, प्रीति कुर्वति ये नराः ते नरानिधनं यान्ति, जलांतवानरो यथा ॥१॥
ભાવાર્થ : જેના કુલશીલ વિગેરે કાંઈ પણ જાણવામાં નહિ આવેલા હોય તેના જોડે જે મનુષ્યો પ્રીતિને કરે છે, તે મનુષ્યો પાણીને વિષે વાંદરાની પેઠે મરણદશાને પામનારા થાય છે. કૂતરા કરતાં પણદુરજન નિંદવા લાયક છે
(દુર્જન ચોર તથા કૃતજ્ઞ તરાની સ્થા)
શંકુરાણ ગામને વિષે કુંતલ નામનો વૈદ્ય રહેતો હતો. તે સર્વ જગ્યાયે ઉપકારવાળા મનવાળો હતો, તેથી તેના પુત્ર કંધરે એકદા તેને કહ્યું કે હે તાત ! જેને સ્થાને ઉપકાર કરીયે તેવું જ ફળ પ્રાપ્ત થાય છે, જે માટે કહ્યું છે કે –
વરસ્યો વરસ્યો અંબુધર, વરસ્યાનું ફલ જાય,
૪૫
ભાગ-૬ ફર્મા-૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org