________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ધન્તરે વિષ નીપજે, ઇખુ અમીરસ હોય,
આવી રીતે પુત્રે કહેવાથી તેણે કહ્યું કે-હે પુત્ર ! ધર્મશાસ્ત્રને વિષે પરોપકારથી અન્ય બીજો ધર્મ કહેલો નથી, એમ કહીને નિરંતર પરોપકાર કરીને રહેનારા એવા તેને એક વાર કોઇક ભટ્ટે કહ્યું કે કોઇક ઠેકાણે કુતરાના કરતાં પણ દુર્જન ખરાબ કહેવાય છે, આવી રીતે કહ્યા છતાં પણ યોગ્યયોગ્યતાનો વિચાર કર્યા સિવાય જ તે પોતાના વિચારમાં મક્કમ રહીને પરોપકાર કરવા માંડયો પરંતુ પોતાની પ્રતિજ્ઞાથી તે પાછો ન હઠયો હવે એકદા તે રોગી એવા કોઈ કુતરાની દવા કરતો હતો, તેવામાં તેને ઘરે કોઈક રોગી નીચ દાસીપુરા આવ્યો હવે પુત્રાદિકે નિષેધ કર્યા છતા પણ પથ્ય એવા ઔષધથી તેનો ઔષધોપચાર કરવા લાગ્યો. ત્યારબાદ તે નીચ દાસ તેના વિત્તાદિક સ્થાનને જોઇને બીજે સ્થાને ગયો, અને એકાદા રાત્રિએ આવીને તેના ઘરને વિષે પેઠો. તેથી તે નિરોગી થયેલ કૂતરો તેને ચોર જાણી કરડવા માટે દોડયો, તેથી ચોરે તેને બાણ મારીને મારી નાંખ્યો. તેવામાં તે ચોરને પણ સર્પ કરડવાથી તે ગામ બહાર ગયો ને તુરત મરણ પામ્યો, હવે પ્રાત:કાળે તે મરેલો કુતરો છે, એમ લોકો જતા હતા, તેવામાં તે જીવતો થઇને ઉઠયો, અને બહાર પડેલો તે ચોરના મુખ ઉપર દોડીને પડયો, તેથી લોકો વિચાર કરવા લાગ્યા કે આ મરેલો કૂતરો જીવતો થઇ, કેવી રીતે ઉઠયો, ને ચોરના ઉપર કેમ પડ્યો ? આવી રીતે આશ્ચર્ય પામીને વિચાર કરનાર કુંતલ વૈદ્ય શુભ ભાવનાદિક ધ્યાન કરે છે, તેવામાં તો કૃતજ્ઞપણાથી તે કૂતરો મરીને વ્યંતર દેવ થયો હતો, તેણે જ્ઞાનથી જાણઈને તે કૂતરાના જીવ દેવે આકાશને વિષે રહીને પોતાનું તથા તે નીચ ચોરનું સર્વ વૃત્તાંત લોકોને કહ્યું ત્યારબાદ ચોરના દેહની બહુ વિડંબના કરીને અને કુંતલને બહુ દ્રવ્યથી પૂજીને વ્યંતર દેવ પોતાને સ્થાનકે ગયો, ત્યારબાદ કુંતલ વૈદ્ય પોતાના પુત્રનું તથા ભટનું સત્ય માનીને લોકોનો ઉપકાર
M૪૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org