________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરીને સદ્ગતિ ગામી થયો.
કદાપિ કોઇમાણસ પ્રથમ નીચની સંગે રાગદશાથી બંધાયેલ હોય પરંતુ અવસર આવે ખરા-ખોટાનો વિચાર કરી રાજપુત્રી પદ્મિનીની પેઠે નીચની સંગત ત્યાગ કરવી.
(રાજપુત્રી પદ્મિનીની ક્વા.) लोकापवादं परिहत्य सम्यक्, करोति शिष्टाचरणं सलज्जः । नृपांगजा यद् व्यभिचारमार्गात्, श्रुत्वाम्रगाथांत्रपयानिवृत्ता ॥
ભાવાર્થ : સલજ્જ લજજાળુ જીવ જે તે લોકોપવાદનો ત્યાગ કરીને સમ્યક પ્રકારે સારું આચરણ કરે છે, કારણ કે આંબાની ગાથાને શ્રવણ કરી લજ્જાથી વ્યભિચાર માર્ગથી રાજપુત્રી નિર્વતમાન થઇ,
ધનપુર નગરને વિષે રણધીરનામનો રાજા હતો, તેને પદ્મિનીનામની પુત્રી હતી. તેને કોઈ દિવસ આભીરની પુત્રી સાથે દ્રઢ પ્રીતિ થઈ ત્યારબાદ એકદા પ્રસ્તાવે તે આભીરપુત્રીને દુઃખવડે કરી અત્યંત રૂદન કરતી દેખીને પપ્રિનીયે તેને પુછયું કે તને શું દુઃખ છે, ત્યારે તેણીયે કહ્યું કે હે સખિ ! હાલમાં રાજા ત્યારો વિવાહ કરશે તને પરણાવશે તેથી તાહરા સાથે માહારું મળવું નહિ થવાથી તાહરો વિરહ મને થશે, તે દુ:ખથી હું રૂદન કરું છું. ત્યારે પધિનીયે કહ્યું કે હે સખિ ! જે તાહરો પતિ તે જ મારો પતિ માટે તું ચિંતા કરીશ નહિ. ત્યારબાદ નેહરાગથી એક વીર પુરૂષના સાથે વ્યભિચારસેવન કરવા નીકળેલી તે આભીર પુત્રીએ પદ્મિનીને પણ બોલાવી તેથી તે પણ પૂર્વે કરેલા નિશ્ચયથી તેના પાસે આવી ત્યારબાદ રાત્રિને વિષે તે ત્રણે જણા મળીને નગરની બહાર ગયા, ત્યાં ખેતરમાં કૂવાના પાણિ ખેચનાર એક પુરુષે એક ગાથા નીચે મુજબ કહી. जइ फुल्ला कणियारा, चुयगअधिअमासंयंमि वुठंमि । तुह नखमं फुल्लेउं, चइ पछाकरंति डमराइं ॥ १॥
૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org