________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુણરત્નને કહ્યું કે, હે ભદ્ર ! અત્યંત સુભગા, અને મને મારા પ્રાણથી પણ વધારે પ્રિય એવી આ માહારી પ્રતિવર્ષ પ્રસૂતિ કરે છે, તેથી મને ભોગ અંતરાય થાય છે, તેનું શું કારણ ? એટલે ગુણરને કહ્યું કે હે દેવ !તું માહારો પિતા, અને તે માહારી માતા, પરંતુ તે રાણી સ્નાન કરી વસ્ત્રાલંકાર પહેરી, અંજન આંજી તાંબુલ ખાઈ , પુષ્પ તથા અલંકારથી અલંકૃત થઇ રાત્રીને વિષે એકાંતમાં મારી પાસે આવે, તો તેને દેખ્યા પછી હું કહી શકું, તેના તમામ પ્રકારના સ્વરૂપને કૌતુકી રાજાયે તેમ કરવાથી, તે રાણી જેવી આવે છે કે તુરત તેને દેખીને જ જાણે સાપણીથી ત્રાસ પામ્યો હોયને શું ? તેમ શીઘ્રતાથી બહાર આવીને રાજાને કહેવા લાગ્યો કે, હે દેવ ! બાલ્યાવસ્થામાં આની માતા મરી જવાથી, આને અજાનું દુધ પાઇને મોટી કરેલી છે, તેથી જ આ દરવર્ષે પ્રસવ કરવાવાળી થાય છે, રાજાયે કહ્યું કે, તે તે શાથી જાણ્યું ? એટલે તે બોલ્યો કે, આના શરીરનો નહિ સહન થઇ શકે તેવો ગંધ છે, તે સર્વ જગ્યાએ પ્રસરવાથી મેં જાણ્યું કે આણે બાલ્યાવસ્થામાં બકરીનું બહુ દુધ પીધું છે.ત્યારબાદ રાજાયે પણ તેના સાસરાના ઘરથી બાલ્યાવસ્થામાં તેની માતાનું મરણ, અને બકરીના દુધનું પાન વિગેરે સમ્યક્ પ્રકારે જાણીને, બહુ તુષ્ટમાન થયેલા રાજાયે મનુષ્યની પરિક્ષાને વિષે અત્યંત દક્ષ એવા ગુણરત્ન બહુ જ પોતાના પ્રસાદને પાત્ર કર્યો.
( વિજ્ઞાને મનોરથ સુત્રધાર ક્યા :) ગિરિસાર નગરને વિષે વેણિદાસ નામના સૂત્રધારનો મનોરથ નામનો પુત્ર હતો, તેને તેના પિતાયે એક સારા ઉપાધ્યાય પાસે કળા શીખવાને માટે મુકયો, ત્યાં લક્ષ પ્રમાણવાળુ તોવાસ્તુ શાસ્ત્ર શીખવા માંડયો, ને યોવન અવસ્થા પામવાથી તેના પિતાયે મથુરા નગરીને વિષે વસનાર ગદાધર સૂત્રધારની પદ્મિની નામની છોકરી સાથે તેને પરણાવ્યો ત્યારબાદ તેના પિતા મરણ પામ્યાબાદ તે લક્ષણયુક્ત લાકડુ
( ૩૯
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org