________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બાલ્યાવસ્થામાં ભેંશનું દુધ પીધેલું છે, અને જે ઘોડાઓ પાણી પીને તુરત બહાર આવે છે, તેણે ગાયનું દુધ પીધેલું છે, તે સાંભળી રાજાએ મૂળથી ઘોડાના ઉછેરનારાઓ પાસેથી તે યથાર્થ વૃત્તાંત સાંભળીને ઘોડાની પરિક્ષામાં અને અત્યંત કુશળ જાણી તેને ઘણા પ્રકાર માન્યો અને સુખી કર્યો.
અન્યદા પ્રસ્તાવે ત્રીજા ચંદ્રસેનની કલાનું કૌશલ્યપણુ જોવાને માટે રાજાયે તેને કહ્યું કે હે ભદ્ર ! આ પલંગ તથા આ તળાઇમાં સુવાથી હું સુખેથી નિદ્રા પામતો નથી, તેનું શું કારણ ? ત્યારે ચંદ્રસેને કહ્યું કે, બરાબર શય્યાની પરિક્ષા કર્યા પછી હું તને કહીશ ત્યારબાદ તે રાજાની આજ્ઞાથી તે શય્યાને વિષે ક્ષણ માત્ર સુઈ જઈ જલ્દીથી પાછો બહાર આવી રાજાને કહેવા લાગ્યો કે, હે દેવ? આ ખાટલામાં લાકડાનો દોષ છે, જે માટે કહ્યું છે કે, खटवां जीवाकुलांह्वस्वां, भग्नकाष्टां मलीमसां, प्रतिपादान्वितांवन्हि, दारुजाताचसंत्यजेत ?
ભાવાર્થ : જીવાકુલયુક્ત તથા નાનો તથા ભાંગેલા લાકડાવાળો, તથા મલીન તથા દરેક પાયાને વિષે બળેલા લાકડાના પાયાનો બનાવેલો એવો ખાટલો ત્યાગ કરવો જોઇયે વળી આ તૂલિકાને વિષે ડુક્કરનો વાળ છે, તે કારણ માટે આની અંદર શયન કરવાથી સુખ પ્રાપ્ત થાય નહિ, કિંબહુના મને પણ આ શય્યાને વિષે સુઈ જવાથી ક્રોધ પામેલી કામિનીના પેઠે ક્ષણ માત્ર પણ નિદ્રા ન આવી. ત્યાર બાદ રાજાયે સુત્રધાર પાસેથી લાકડાનો દોષ,અને તળાઇના કરનાર પાસેથી ડુક્કરના વાળનો નિર્ણય કરીને, અહો, આનુબુદ્ધિ કૌશલ્યપણું ? એવે પ્રકારે આશ્ચર્ય પામેલા ગુણના જાણનાર રાજાયે આનું પણ બહુ જ સન્માન કર્યું, તે સત્કાર કરવાથી તે પણ પ્રસિદ્ધિ પામ્યો.
એકદા પ્રસ્તાવે મનુષ્યોના બાહ્ય, અત્યંતરગુણોને જાણનાર જ્ઞાનવાળા પંડિતનું, વૈદગ્ધપણું જાણવાના મનવાળા રાજાયે,
૩૮
૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org