________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હું તને તેનું સ્વરૂપ કહીશ, હવે બીજે દીવસે યોગ્ય સ્થાને વિષે પીરસેલા તે ચોખાને હાથવડે લઈને જ ખાધા વિના જ તે ઉઠી ગયો તેથી રાજાયે તેમ કરવાનું કારણ પુછયું કે, આમ કેમ કર્યું તેથી તેણે કહ્યું કે, તે સ્વામિન્ ! જે ક્ષેત્રને વિષે આ ચોખા ઉત્પન્ન થયેલા છે, ત્યાં ગ્રીષ્મ રૂતુમાં ખરજવાના રોગવાળો એકટ મરી ગયેલો છે, તેથી આ ચોખા રોગવાળા, રોગ કરનારા થયા છે. રાજાયે તે વાત સાંભળી ક્ષેત્રના ધણીને બોલાવી મૂળથી પુછવાથી ખેતરવાળાએ પણ તેજ પ્રમાણે કહ્યું તે સાંભળી રાજા તેની ચાતુરીથી બહુ જ ચમત્કાર પામીને ભોજનવિધિને વિષે વિશેષથી તેને ભોજન કલાને વિષે પ્રસાદ પાત્ર બનાવી સુખી કર્યો.
બીજે દીવસે અન્યદા પ્રસ્તાવે રાજાયે ઘોડાના જ્ઞાનવાળાને કહ્યું કે હે ભદ્ર ! માહારી ઘોડાશાળામાં સુંદર સુંદર આકારવાળા, અતિ બલિષ્ટા. બળવાન પિતાથી ઉત્પન્ન થયેલા, કુલીના, સમાનતાથી પોષણ કરાયેલા, ભાઈયોના પેઠે સાથે ઉત્પન્ન થયેલાના જેવા સમાન વયવાળા ઘોડા છતા પણ કોઈક પંચધારા ગતિને વિષે મુખ્ય ધારાને વિષે જ ગતિને વિષે મંદ છે, ને કોઇક મંદ નથી તેનું શું કારણ છે ! આવી રીતે રાજાયે કહેવાથી તે બીજો કહેવા લાગ્યો કે તે સ્વામિનું ? પ્રથમ મને તે ઘોડા જોવા દે, ત્યારબાદ તેનું કારણ હું તને કહીશ, ત્યારબાદ તે તમામ ઘોડાને દેખીને તે કારણે રાજાને કહેવા લાગ્યો કે, હે દેવ ! આ ઘોડાઓમાંથી કેટલાકે ભેંશનું દૂધ પીધેલું છે, અને કેટલાક ગાયનું દૂધ પીધેલું છે, તેથી જ તે દુધના પ્રતાપે જ આ ઘોડાઓનો ગતિ વિશેષમાં ફેરફાર છે, રાજાએ તેને કહ્યું કે તે તે કેમ જાણ્યું ? એવી રીતે કહેવાથી તે બોલ્યો કે રાજન્ ! આ ઘોડાઓને અત્યંત ભમાડીને પાણી પીવાને માટે સરોવરે મુકવા, તેનું સ્પષ્ટપણે જણાવું, તે સાંભળી રાજાએ તેમ કર્યું, તેથી તેણે કહ્યું કે હે દેવ ! ઈંહાં જે ઘોડાઓ પાણી પીને સરોવરમાં પડે છે, તે ઘોડાયે
39.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org