________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગાડાને લીધા, અને બાકીના ચાર ગાડાને સાયંકાળે રાજદ્વારે તે લઈ ગયા ને કહ્યું કે આ ચાર ગાડા તમારા નગરમાંથી પાછા જશે તો તમારા નગરની ખ્યાતિ જશે, તેવું સાંભળી લોભનું ગાડુ રાજાયે લીધું, તેથી રાજાઓ તૃપ્તિ રહિત થયા, તથા માનનું ગાડુ મંત્રિયોએ લીધું, તેથી તેઓ માની થયા, માયાનું ગાડુ વાણિયાયેલીધું, તેથી તેઓ માયાવી થયાક્રોધનું ગાડુ બ્રાહ્મણોએ લીધું, તેથી તેઓ ક્રોધી ગણા થયા.
(કળાને વિષે ચાર પુરૂષોની ક્યા) સુંદરપુર નગરને વિષે નરસુંદર રાજાની સભાને વિષે રૂપસેન, ૧. રૂપચંદ્ર, ૨. ચંદ્રસેન ૩. ગુણરત્ન ૪. સુંદર આકારવાળા પુરૂષો રાજાને આશીર્વાદ આપીને બોલ્યા કે અમો સેવા કરવાના અર્થી છીએ, તેથી રાજાયે પુછ્યું કે તમારું કૌશલ્ય પણું કઈ કઈ કળાને વિષે છે, એમ રાજાયે કહેવાથી તેઓ બોલ્યા કે, હે દેવ ! અનુક્રમે ભોજન, તુરંગમ, શયન, મનુષ્યનું જ્ઞાન, આ પ્રકારની કળાવાળા અમો છીએ, આવી રીતે બોલનારા તેઓને રાજાયે સેવકો તરીકે રાખ્યા.
એકદા પ્રસ્તાવે ભોજનનું કૌશલ્યપણું દેખવા માટે રાજા તેને સુવર્ણના આસન ઉપર ભોજન માટે બેસાડીને રત્નજડીત કચોલામાં, અને મણિના સ્થાળમાં તેલવાળી કોદ્રાની રોટલી પાંદડાના શાક સહિત પીરસી, તેથી રૂપસેને આસન, અને સ્થાલાદિકને અનુચિત રસવતીનું ભોજન દેખીને તે રોટલી હાથમાં લઇને ઉત્કટીપણું ધારણ કરી તે રોટલી ખાધી. તેનું એવું કોશલ્યપણું દેખીને રાજા ચમત્કાર પામ્યા છતાં પણ તેને તે છે કે, હે ભદ્ર ! સમીપ ભાગને વિષે રહેલા શાલીગ્રામને વિષે ઉત્પન્ન થયેલા ચોખાને મેં આ બાલકાલથી ભક્ષણ કર્યા છતા પણ મને અજીર્ણ, વાત, પિત્ત, જવરાદિ રોગ, દુર્લબતા કાંઇપણ થયેલ નથી, આ વર્ષને વિષે તો તેજ ચોખાને ખાવાથી મને ઘણા રોગો ઉત્પન્ન થયા છે, તેનું શું કારણ ? એવી રીતે રાજા કહેવાથી તેણે કહ્યું કે, હે રાજન ! તે ચોખાનું ભક્ષણ કર્યા પછી
36
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org