________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મૂછથી દુર્ગતિમાં ગયો, જે જીવોને સદ્ગતિમાં જવું હોય તેણે સાચી ભાવના ભાવવા ચુકવું નહિ.
ક્રોધ માન માયા લોભ આ ચારે કષાયો જુદા જુદા જીવોયે લેવાથી તે ચારે દુ:ખના ભાગીદારો બન્યા. જુઓ, चत्वारएतेभवजे कषायाः कारागृहे जाग्रतियामिकाइह, यावच्चतावन्नहिमुक्तिरिच्छतां, भूभृद्वणिक्धीसखवेदिनांयथा ॥१॥
ભાવાર્થ : જયાં સુધી ભવ થકી ઉત્પન્ન થયેલા આ ચારે કષાયો, કારાગૃહને વિષે જેમ પહેરીગીરો જાગે છે, તેમ જાગૃત રહે છે, ત્યાં સુધી મુક્તિની અભિલાષા કરવા વાળાને રાજા, મંત્રી, વણિક, ને બ્રાહ્મણના પેઠે, મુક્તિ નથી, કારણ કે તેઓ કષાયી છે માટે :
(ક્રોધ-માન-માયા-લોભનું દૃષ્ટાંદ ) વસંતપુર નગરને વિષે ૮૪ ચૌટાને વિષે જે ચીજ જેને જોઇયે તે ચીજ તેને મળી રહે છે, ત્યાં ચંદ્ર રાજા છે, સોમનામનો મંત્રી છે, તથા શ્રેષ્ઠી સામત વણિક પુત્રો વિગેરે ઘણા વસે છે, જે જે વસ્તુઓ ત્યાં આવે છે, તે તે વસ્તુઓને લોકો ગ્રહણ કરે છે, આવી તે નગરની ખ્યાતિ બાહર થઈ, ત્યારબાદ ભીમપુર નગરના કમલ નામના રાજાયે તેની પરિક્ષા કરવા માટે છાર કચરાદિક વડે કરી આઠ ગાડા ભરીને તે નગરમાં વેચવા મોકલ્યા, હવે લોકો તેની વસ્તુઓ ગ્રહણ કરવા આવે છે, તેવામાં છાર-પંજાદિક દેખીને પાછા વળવા માંડયા, એ અવસરે વસ્તુના સ્વામીઓયે કહ્યું કે બીજા પણ ગાડાઓ છે તેમાંથી તમારે જે વસ્તુઓ જોઇયે તે ગ્રહણ કરો, ત્યારે લોકોએ કહ્યું કે તે દેખાડો. તેથી તેમણે કહ્યું કે બે ગાડામાં ક્રોધ છે, બે ગાડામાં માન છે, બે ગાડામાં માયા છે, બે ગાડામાં લોભ છે, હવે જો તમો નહિ લ્યો, તો તમારા નગરની ખ્યાતિ દુર થશે, ત્યાર બાદ ઘણા લોકોએ મળી ઘણું તેનું માગેલું દ્રવ્ય આપી ક્રોધ-માન-માયા લોભાદિક ચાર
૩૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org