________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માટે પોકારો પાડો છો. તેથી શેઠે કહ્યું કે આ કોલાહલ શાનો છે, ચોરો આવ્યા છે. રાજાને ખબર કરો, અને માહારી લક્ષ્મી લુંટી જાય છે, તેને લુંટતી અટકાવો તેના પુત્રો બોલ્યા કે હે પિતાજી ! ચોરો નથી, આ તો આપણા કુટુંબીયો છે અને તમારી ભાવનાથી સ્વામિવાત્સલ્યની તૈયારી કરીયે છીયે કાલે શ્રી સંઘને આપણે આંગણે નોતરીને તેની ઉત્તમોત્તમ પ્રકારે ભક્તિ કરવાની છે, તેથી પાકાદિક તૈયાર થાય છે.
પુરોના એવા વચનો સાંભળી શેઠ બોલ્યો કે તમોને સ્વામિવાત્સલ્ય કરવાનું કોણે કહ્યું છે, તેથી પુત્રો બોલ્યા કે રાત્રિયે તમો અમારે મોઢે કહેતાં હતા. તેથી અમે જાણયું અને તમારા મનના મનોરથ પૂરા કરાવવા માટે કુટુંબ સહિત રાતોરાત કામ ઉપાડયું છે, માટે શાન્તિથી નિદ્રા લ્યો કાલે સવારમાં તમારી ભાવના પ્રમાણે સર્વ કરી દેશું. પુત્રોના વચન સાંભળી બોલ્યો કે પરમાત્મા પરમાત્મા ભજો, દાનમાં કષ્ટથી પૈસાનો વ્યય થાય છે, શીયલથી ઇષ્ટ સિદ્ધિ નથી તપથી ઇંદ્રિયોની હાનિ થાય છે, માટે ટાણે નકામા છે, પરંતુ ગુરૂજીયે ભાવના ભાવવાનું કહ્યું છે તેથી હું ખોટી ભાવના ભાવું છું, જો તેમાંથી એક પૈસો પણ ખર્ચાય તો હાય હાયના સાથે મહારો આત્મા પરલોકે પહોંચે માટે હવે તે વાતને ઈંહાથી જ બંધ કરો, આવા પિતાના વાકયને શ્રવણ કરી, કુટુંબીયો ઘરે ગયા અને છોકરાઓ બિચારા નિરાશ થઈને નિદ્રાને આધીન થયા, આ કૃપણ શ્રેષ્ઠીય સાધર્મિક ભક્તિની ભાવના ભાવિ તે છતી શક્તિયે સાચી ભાવના ન કહેવાય પોતાની શક્તિને વિષે સત્કર્મનું સેવન કરવું, તે જ સાચી ભાવના કહેવાય છે, કારણ કે અશક્તિયે ધર્મ કાર્યના વિષયમાં શુભ ભાવનાનું ચિંતવન કરવાનું સિદ્ધાંતને વિષે કહેલું છે, માટે જે જૂઠી ભાવના ભાવે છે. તે પરમાત્માનો ગુન્હેગાર થઇ દુર્ગતિમાં ઘણો કાળ રખડે છે, કૃપણ શ્રેષ્ઠી પણ લક્ષ્મી ના ઉપર
(૩૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org