________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પૃપાપાત કરવો સારો, પરંતુ સ્ત્રીને છોડવી તે સારી નથી, માટે શીયલ પણ નકામું છે વળી ગુરૂયે કહ્યું કે તપ કરવો સારો, પરંતુ સુધાતૃષા તેમાં સહન કરવી પડે, અને કાયકષ્ટને સહન કરવું પડે. તેથી ઇંદ્રિયોની હાનિ થાય, શરીર બળ ઘટે, અને સ્ત્રીયાદિકનો લાભ તથા બોલવાચાલવા, બેસવાઉઠવાનો લાભ લઈ શકાય નહિ, માટે તપ પણ નકામો જ છે, પણ ગુરૂએ કહ્યું છે કે ફક્ત એકલી ભાવના ભાવવી તે જ ભવનો નાશ કરે છે, માટે ગુરૂજીએ આ ભાવના ભાવવાનો ઉપદેશ સારો આપ્યો, અને મને તો તે રોમેરોમચ્યો, કારણ કે તેમાં દાન, શીયલ, તપની કોઈપણ પ્રકારે કટકટ નથી. ફક્ત શબ્દના ઉચ્ચાર સાથે ભાવના ભાવીશ તો અનાયાસે મુક્તિ મળશે. આવી રીતે વિચાર કરનારા કૃપણ શ્રેષ્ઠીને તેના છોકરાઓયે પૂછયું કે હે પિતાજી ! તમોયે ગુરૂમહારાજનો ઉપદેશ શું સાંભલ્યો અને આજે સારા દિવસે ધર્મકરણી કેટલી કરી ? એટલે પિતા બોલ્યો કે અહો, અહો ! સ્વામિવાત્સલ્ય. સાત મૂડા ધાન્ય, વિવિધ જાતિના પકવાન્ન, નાના પ્રકારના શાકદાળ ભાત રાયતા ફુલવડી દ્રાક્ષ ખજુર કેરી કેળા દાડમ, સોપારી, પાન, વરીયાલી, આદિ પટકુળ જરીયાન વસ્ત્રાલંકાર પહેરામણિ આવા શબ્દો શેઠના સાંભળીને છોકરાઓ બહુ જ રાજી થયા અને વિલંબ થશે તો પિતા પાછો ફરી જશે, માટે આજે રાત્રિામાં જ તમામ તૈયારી કરી કાલે સ્વામીવાત્સલ્ય કરી પિતાને પુન્ય કર્મ ઉપાર્જન કરાવીયે કે ભવાંતરમાં તેની ગતિ સારી થાય આવુ જાણી કુટુંબીના માણસોને બોલાવી તમામ પ્રકારની તૈયારીયો રાત્રિમાં જ કરવા માંડી. હવે ઘણા લોકોના કોલાહલથી જાગૃત થયેલો કૃપણ શેઠ વિચાર કરે છે કે આ આટલો બધો શોરબકોર મહારા ઘરમાં કયાંથી ? માટે નિશ્ચય ધાડપાડુ ચોર લોકો મારી લક્ષ્મી લુંટવાને માટે માહારા ઘરમાં પેઠા છે તેથી પોકાર પાડવા માંડયો, દોડો રે દોડો ચોરો આવી મહારી લક્ષ્મી લુંટે છે, તેથી પુત્રોયે આવીને પુછયું કે હે પિતાજી શા
[૩૩]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org