________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(પણ ધનશ્રેષ્ઠીની સ્થા) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે અતિધનાઢય એવો ધનશ્રેષ્ઠી મહા કૃપણશરોમણિ વસતો હતો. તેને ચાર છોકરાઓ હતા તે ઘણા જ ઉદાર વિવેકી અને ધર્મિષ્ટ હતા, તેમજ સ્વભાવથી પણ ઉત્તમ હતા જે માટે કહ્યું છે કે પુત્રો ચાર પ્રકારના હોય છે. ૧ પિતાથી અધિક ૨. પિતાના સદૃશ, ૩. પિતાથી હીન, ૪ કુલાંગાર એ ચાર પ્રકારના પુત્રો હોય છે, અને તે જ પ્રકારે ગુરૂના શિષ્યો પણ ચાર પ્રકારના હોય છે, અને તે જ પ્રકારે ગુરૂના શિષ્યો પણ ચાર પ્રકારના હોય છે, તેથી સારા પુત્રો ધર્મ કરે છે પરંતુ તેનો પિતા લેશ પણ ધર્મકર્મ નહિ કરવાથી તેના પુત્રો ખેદ પામે છે. એકદા કોઈ જ્ઞાનીનો ઉપદેશ સાંભળી પુત્રો રંજિત થયા, તેમજ ધર્મકર્મને વિષે વિશેષે કરી દ્રઢ થયા, અને પોતાના પિતાને જ્ઞાની પાસે લઈ જવા તેના મિત્રને કહેવાથી દ્રઢ આગ્રહથી તેનો મિત્ર તેને ગુરૂ પાસે લઈ ગયો, અને ગુરૂમહારાજ પણ તેને બોધ કરવા નીચે મુજબ ઉપદેશ દેવા લાગ્યા.
પાપનો કરનારો પણ જો દાન દે તો દાતારની પણ નરક ગતિ થતી નથી, કારણ કે દાનનું ફળ ભોગ છે, અને ભોગ જે તે નરકને વિષે નથી. તથા શીયલનું ફલ નરકગતિ થતા તિર્યંચ ગતિમાં નથી, તેમજ તપ કરનાર રાજયને અગર દેવ ગતિને પામે છે અને ફક્ત ભાવના ભાવનારો જીવ ભવનોનાશ કરનાર થાય છે, માટે જીવોએ દાન-શીયલ, તપ, ભાવના આ ચારેને વિષે વિશેષે કરી ઉદ્યમવંત થવું જોઇએ. ગુરૂનો બોધ સાંભળી કૃપણ શેઠ ઘરે ગયો, અને સુતો સુતો જુઠી ભાવના ભાવવા લાગ્યો, ગુરૂએ દાન દેવાનું કહ્યું, પરંતુ તે તો પૈસાના વ્યયથી થાય છે, માટે તે દાન દેવું નકામું છે, કારણ કે મહામુસીબતે ઉપાર્જન કરેલ. પૈસામાંથી એક પાઇપણ વાપરવી લાયક નથી. વળી ગુરૂએ શીયલ પાલવાનું કહ્યું તે તો સ્ત્રીનો ત્યાગ કરવાથી બને છે,તો ઝેરખાવું તે સારૂ અગ્નિમાં પડવું તે સારૂ, કુવામાં
૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org