________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુરૂમહારાજ પાસે વૈરાગ્યરંગિત થઇ ધામધુમથી ચોથું વ્રત ઉચ્ચર્યું. તે માટે તે બેના તુલ્ય ત્રીજો કોઈ ધર્મવાળો, પૃથ્વીને વિષે નથી, માટે તે બન્ને જણા મૂર્તિમાન ધર્મ ના પિંડ જેવા છે અને શાસ્ત્રોના વિનોદથી દેવગુરૂધર્મના ઉપાસક પણાથી પોતાનો કાળ વ્યતીત કરે છે. આવી રીતે લોકોના મુખેથી શ્રવણ કરીને હર્ષને પામી લીલાવતી રત્ન શ્રાવકને પૃચ્છાથી સન્માન પામેલી તેણીએ તેમને પોતાનું આશ્રવનું કારણ જણાવ્યું ત્યારબાદ તેણીયે બને બહુ જ આદરમાનથી મહાન આગ્રહથી નિમંત્રણ કરીને ભોજન કરાવી ક્ષીરોદક, વસ્ત્રાદિકથી પરિધાનપણ કરીને પ્રીતિવડે કરીને સન્માનિત કર્યા તેવામાં તો ત્યાં કેવળજ્ઞાની મહારાજા પધાર્યા. તેમને આનંદથી રત્નશ્રેષ્ઠી, રત્નદેવી. લીલાવતી તથા બીજા લોકોએ જઇને વંદન કર્યું અને પછી ધર્મ શ્રવણ કરવાને માટે લોકો યથાસ્થાને બેઠા.
કેવલી મહારાજાએ કહ્યું કે ફક્ત એક જ નિયમ હોય અને તેને ભવ્ય જીવો જો ખરા જીગરથી પાળે તો મુક્તિને માટે થાય છે. જેમ લીલાવતીયે યતનાદયાનો નિયમ પાળેલ છે તેથી તે મુક્તિને પામશે. સભાજનોએ કહ્યું કે હે ભગવન્! તે લીલાવતી કોણ ? તેથી ભગવાનને તેનો મૂળથી સંબંધ કહીને કહ્યું કે ઈંહાથી દેવગતિ જઈ ત્યાંથી ચ્યવી, મનુષ્ય જન્મને પામી લીલાવતી મોક્ષે જશે. એવા પ્રકારના કેવલી ભગવાનના ઉપદેશને સાંભળીને ઘણા સ્ત્રી પુરૂષો જીવદયા પાળવાને વિષે તત્પર થયા અને વિશેષ ધર્મકરણી કરવા લાગ્યા. ત્યારબાદ ધન્યવતી લીલાવતી ત્યાંથી પાછી ફરીને પોતાને નગરે આવી અને જીવદયાનું યાવજજીવ પ્રતિપાલન કરતી ધર્મકરણી કરતી અનુક્રમે કાળધર્મને પામી સ્વર્ગે ગઇ. ત્યાંથી મનુષ્ય જન્મને પામીને મુક્તિ જશે. આ લીલાવતીયે જેવી રીતેદયા પાળી છે તેવી દયા જે જીવો પાળશે તે લીલાવતીની પેઠે પોતાના કર્મનો અંત વહેલો કરશે.
- ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org