________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ આરોપણ કરતી હોય ને શું? તેમ કરતી, તથા લુગડાનું પ્રદાન કરીને શ્રી સંઘને પહેરામણી કરી. આવી રીતે ઘણા પૈસાનો વ્યય કરીને માપ રહિત તેણીયે બહુજ ધર્મ ઉપાર્જન કર્યો. રસ્તામાં દીવડીના પેઠે આહંત મતનો ઉદ્યોત કરતી ચાલતી હતી, એવી રીતે કરવાથી તેનું નામ પૃથ્વીતળને વિષે પ્રસિદ્ધિને પામ્યું. અનુક્રમે તે રત્નપુરે ગઈ. ત્યાંજિનેશ્વર મહારાજાઓને આદર સહિત નમસ્કાર કરીને, રત્ન અને રત્નદેવીના ગુણો લોકોને પુછયા તેથી લોકો બોલ્યા કે હે ભદ્ર ! ઇંદ્રમહારાજ પણ તે બન્નેના ગુણોનું વર્ણન કરવાને માટે શક્તિમાન નથી, માટે પવિત્રપણાને કરનારૂં તેનું સ્વરૂપ માત્ર તું સાંભળ. રત્ન નામનો આઠ વર્ષનો બાળક જિનેશ્વર મહારાજના તત્વને જાણનારા, મુનિ મહારાજા પાસે શાસ્ત્રોને ભણતો હતો. તે અવસરે તેમણે મારે દરેક શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવું એવો જાવજીવનો નિયમ ગુરૂ સાક્ષીએ કર્યા. રત્નદેવી નામની બાલિકા તત્વને જાણનારી સાથ્વી પાસે જૈન શાસ્ત્રોને ભણતી હતી, તે વિદ્યાવડે કરીને જાણે સાક્ષાત્ સરસ્વતી જ હોય તે શું ? તેવી હતી. હવે શાસ્ત્રો ભણતાં સંવેગ રંગ થવાથી સદા ધર્મને જાણનારી તેમજ કલાનિધિ એવી તેણીયે કૃષ્ણ પક્ષમાં જાવજીવ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ કર્યો. પૂર્વના પુન્ય યોગે બન્નેનું પાણિગ્રહણ થયું, અને બન્ને જણાયે પોતપોતાનો નિયમ જાહેર કર્યો તેથી સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ હું દીક્ષા અંગીકાર કરું, અને તમે કોઈસારા વ્યવહારીના કુળને વિષે ઉત્પન્ન થયેલી અને પોતાના રૂપ વડે કરીને ઇંદ્રની સ્ત્રીને તિરસ્કાર કરનારી કોઈ અન્ય કન્યાનું પાણિગ્રહણ કરો. એ પ્રકારના વચનો સાંભળીને વિરક્ત અંત:કરણવાળો તેનો સ્વામી બોલ્યો કે સંસાર રૂપી વિષવૃક્ષનું બીજી સ્ત્રીનું પાણિગ્રહણ છે, તો હે પ્રિયે ! બેડીથી જ જેમ તેમ તેનાથી હું હે સ્ત્રી ! મુક્ત થયો, તો વળી ફરીથી જાણતો હતો તે યંત્રમાં પાછો આત્માને શા માટે નાખું ? એવી રીતે કહીને બન્ને જણાયે
30
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org