________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સન્મુખ આવતો દેખીને લીલાવતી ઈંહાતીંહાં પગલા ભરતી સ્કૂલના પામતી હોવાથી ઘડો પડી ગયો, અને જાણે પોતાની માતાને મળવાને માટે બહુ રૂપી થતો હોય નહિ શું ? તેમ પોતાની માતા પૃથ્વીને મળી ગયો. એ અવસરે નહિ ગળેલું તમામ પાણિ ભૂમિ ઉપર પડી જવાથી લીલાવતી શોચ કરવા લાગી અને મને પાપ લાગ્યું તેની મારે શુદ્ધિ કરવી જોઇયે, એમ ચિંતવી ત્યાં જ બેસી ગઈ. તેવામાં તે રસ્તે કોઈક જ્ઞાની મહારાજ નીકળ્યા. તેને નમસ્કાર કરીને લીલાવતીને કહ્યું કે હે ભગવન અળગણ પાણી ડોલાઈ ગયું છે, તેની શુદ્ધિને માટે મને તપ વિના પ્રાયશ્ચિત આપો, એટલે જ્ઞાની બોલ્યા કે હે ભદ્ર ! જેમ પાણી વિના વસ્ત્રની શુદ્ધિ નથી, તેમ જ તપસ્વીના આત્માની શુદ્ધિ પણ થતી નથી. તેથી લીલાવતીયે કહ્યું કે હે સ્વામિન્ ! હું તપ કરવાને માટે શક્તિમાનું નથી, માટે હે મુનીંદ્ર એવું કોઈ પણ દાન બતાવો કે જે કરવા વડે કરીને, મારી શુદ્ધિ થાય. એટલે જ્ઞાની બોલ્યા કે યુવતી રત્ન ! તું રત્નપુરે જા. ત્યાં જઈ જિનેશ્વર મહારાજાઓના બિબોની વંદના પૂજના વિગેરે ભક્તિકર, અને રત્નદેવી સ્ત્રીનો સ્વામી રત્નશ્રાદ્ધ છે, તે બન્નેનો ભક્તિથી સત્કાર કર, આવી રીતે કરીને હે ભદ્રે ! તું નિર્મળ થા. તત્વને જાણનારી તેણીયે મુનિના ઉપરોક્ત વચનો સાંભળી મુનિને નમસ્કાર કર્યો ત્યારબાદ પોતાને ઘરે જઇને પોતાના સ્વામીને તે વાત કરી તેથી તેના સ્વામિયે તેના પાપની શુદ્ધિને માટે રત્નપુર મોકલી. - હવે લીલાવતી રસ્તાને વિષે સ્થળે સ્થળે જૈન મંદિરો આવે છે તેને વિષે બિરાજમાન થયેલા જિનેશ્વર મહારાજાઓને નમસ્કાર કરતી તથા સ્નાત્ર મહોત્સવોનું કરીને પોતાના આત્માને પવિત્ર કરતી તથા પ્રત્યેક પરમાત્માને કેશર ચંદન બરાસ પુષ્પાદિકથી પૂજતી, તથા પ્રતિ જૈનમંદિરે ધ્વજાઓને ચડાવતી,પરલોકે પોતાના આત્માની પૂજાને જાણે ભાવતી રોપતી હોય ને શું ? ને મૂર્તિમાનું પોતાની કીર્તિનું
ભાગ-૬
માં- ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org