________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શીયલવડે કરીને સુશોભિત હતી તે બન્નેને કામદેવ યશોદેવ શ્રી દેવ અને નરદેવ નામના ચાર પુત્રો હતા. તે પોતાના વંશરૂપી સમુદ્રને પ્રફુલ્લિત કરવા માટે ચંદ્રમા સમાન હતા. તે ચારેને અનુક્રમે શ્રીમતી, ધીમતી, કીર્તિમતી અને લીલાવતી નામની સંપદારૂપ લાવણ્ય વડે કરીને યુક્તા વ્યવહારી કુલને વિષે ઉત્પન્ન થયેલી કન્યાઓ હતી. તે પ્રત્યેક પ્રત્યે અનુક્રમે પ્રત્યેક કન્યાની સાથે પ્રત્યેક પુરાને પરણાવ્યા સબબ ચારેને પરણાવ્યા, તેથી તે ચારે કન્યાઓ સાથે ચારે છોકરા પરણાવ્યા હતા.તે જેમ હાથણીયોથી હાથી શોભે તેમ શોભવા લાગ્યા. ત્યારબાદ તે ચારેને રાંધવાના, પીરસવાના પાણી લાવવાના વિગેરે ઘરકાર્યમાં શ્રેષ્ઠીએ રોકીને પોતાનું ઘર ચાલે તેવી વ્યવસ્થા કરી હવે તે ચારે સ્ત્રીઓમાં છેલ્લી જે લીલાવતી નામની સ્ત્રી છે તે માટલાને વિષે ગોળીને વિષે, હાંડાને વિષે લોટાને વિષે, એક ભાજનથી બીજા ભાજનને વિષે, જયારે કામ પડયે પાણી નાખે છે, ત્યારે ગલણાથી ગળીને જ નાંખે છે. વળી ખારા પાણીનો તથા મીઠા પાણિનો સંખારો એકમેક કરતી નથી. અને બેવડું લુગડું કરી દિવસમાં બે વાર પાણી ગળે છે. વળી ઉષ્ણ કાળને વિષે નિરન્તર ત્રણ ચારવાર પણ ગળે છે, કારણ કે યતના કરવાથી જ ધર્મ કહી શકાય છે અગર જયણાથી જ ધર્મ મનાય છે. જે માટે કહેવું છે કે : કુકર્મ કરવાથી માણસ કુવો ખોદનારની પેઠે નીચે જાય છે અને સુકર્મ કરવાથી પ્રાસાદ બનાવનારની પેઠે માણસ ઉંચો જાય છે એકદા પ્રસ્તાવે જાણે પોતાના આત્માને શુભ કર્મથી સુસ્થાનને વિષે સ્થાપન કરતી હોય ને શું ? તેવી રીતે તળાવમાં સંખારો નાંખીને, તથા પાણી ગળવાનું શુદ્ધ લુગડું લઈને, લીલાવતી પોતાના ઘર પ્રત્યે ખાલી ઘડો લઇને પાછી ફરી, તેવામાં રસ્તામાં કોઈ પાણિ ભરનારી સ્ત્રીયે તેના પાસેથી ખાલી ઘડો લઇને-પાણીથી તે ઘડો ભરી દીધો. હવે રસ્તામાં રાજમાર્ગે ગમન કરતા રાજકુમાર ઘોડો ખેલાવવા દોડતો નીકલ્યો. તેને પોતાના
આ ૨૮
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org