________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિના નાંખવાથી તેનો સંહાર થઈ જાય છે. વળી ચુલાને પણ દૃષ્ટિથી દેખીને તથા પુંજી પ્રમાજીને પછી તેના અંદર અગ્નિને સ્થાપન કરવો. તેમજ પાડોશીના ઘરને વિષે પણ અગ્નિ સળગાવવાનો વખત આવે તો પણ સાવરણીથી પ્રમાર્જન કર્યા વિના અગ્નિ પ્રદીપ્ત કરવો નહિ, ઇત્યાદિક પ્રકારે શુભ કાર્ય કરવાની ઇચ્છા કરનારે પુન્યના કારણભૂત સારા પ્રકારે યતના કરી જીવોનું પ્રતિપાલન કરવું. આવી રીતે કરવાથી શુદ્ધિ થાય છે જે, માટે કહ્યું છે કે : खंडनीपेषणीचुल्ली, उदकुंभीप्रमार्जनी ।। पंचशूना गृहस्थस्य, तेन स्वर्गं न गच्छति ॥१॥
ભાવાર્થ : ખાંડણી, ઘંટી, ચુલ્લી, પાણીની ઘડી અને સાવરણીઆ પાંચ ગૃહસ્થોના ચંડાળો છે, તે કારણ માટે એ પાંચનો ઉપયોગ કરનારા સંસારી જીવો સ્વર્ગને વિષે જતા નથી.
કિં બહુના સર્વ જગ્યાએ યતના કરનાર ગૃહસ્થ પણ શુદ્ધિને પામે છે, જીવદયાનું પ્રતિપાલન વિશુદ્ધ હૃદયથી કરનારી જેમ લીલાવતી શુદ્ધ થઈ તેવી જ રીતે ગૃહસ્થો પણ તેમ કરવાથી શુદ્ધ થાય છે.
(લીલાવતીનું દષ્ટાન્ત) ધન ધાન્યની સમૃદ્ધિવડે કરીને ભરપૂર કે જેની સીમા જ નથી એવું વસંતપુર નામનું નગર હતું, ત્યાં પ્રજાને રંજન કરી તેનું પ્રતિપાલન કરવાની લાલસાવાળો પ્રજાપાલ નામનો રાજા હતો, ત્યાં મોટા વ્યવહારિયોને વિષે તિલક સમાન વસંતતિલક નામનો વ્યવહારી હતો, તે એવો દાતારશિરોમણિ હતો કે પોતાના હસ્તકમળથી દાન આપી કલ્પવૃક્ષને પણ તેણે તિરસ્કાર કર્યો હતો. હવે તેને કામરૂપી આમ્રવૃક્ષની મંજરી સમાન વસંતમંજરી નામની સ્ત્રી હતી. તે રૂપ સૌંદર્યવડે કરીને અમારી દેવાંગનાને પણ તિરસ્કાર કરવા વાળી, તેમજ
ન ૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org