________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
ભાવાર્થ : ગુહસ્થો તેમજ અપર એટલે બીજાઓયે જીવદયાને વિષે જ ઉપક્રમ કરવો, કારણ કે યતના જીવ દયાથી જ સીમા વિનાનો ધર્મ પ્રગટ થાય છે.
ગૃહસ્થો પાણી લેવા કૂવા નદી પ્રત્યે જાય ત્યારે ત્યાંથી જ પાણી ગળણાવડે કરી ગળીને ઘડામાં ભરી લેવું જોઇયે, કારણ કે કદાચિત રસ્તામાં જ ઘડો ફુટે તો બીજા જીવોને વધ થાય નહિ. નદી કૂવાથકી પણ ઘરે લાવેલું પાણી ફરીને ગળીને જ ગોળા-હાંડાદિક વાસણોમાં સ્થાપન કરવું, અને પ્રથમ જલભાજનમાંથી પણ ફરીથી પ્રાતઃકાળે ગળવું. વળી શીતકાળને વિષે બે વાર પાણીને ગળવું, તથા ગ્રીષ્મકાલે પણ ઘણા ત્રસ જીવોનો સદ્ભાવ હોવાથી ત્રણ ત્રણ ચાર વાર પણ પાણી ગળવું. પંડિત પુરૂષોયે મિશ્રિત ધાન્યોને ગ્રહણ કરવા નહિ, તથા જીવદયાનું પ્રતિપાલન કરવા માટે જીવોમિશ્રિત ધાન્યોને રાંધવા પણ નહિ. મહુડા પીલુ ફળ વિગેરેનો ત્યાગ કરવો. અને ઘણા રાસ જીવોનો યોગ હોવાથી યુગંધરી આદિના તમામ પોકો, તથા સાથવાઓનું વર્જન કરવું.
ખારણીયા, ખારણી વિગેરેને નજરે દેખીને તથા પુંજી પ્રમાર્જીને, પછી ધાન્યને પ્રમાર્જન કરી, ઝાટકી, શોધી પછી તેને કામમાં લેવા, ખાંડવા અને ઉપરોક્ત બન્ને વસ્તુ કોઈ માગે તો ઘણા જીવોની ઘાતક હોવાથી ખારણી, દસ્તા, મુશળ વિગેરે કોઈને આપવા નહિ. વળી ઘંટીને પણ જોઈને તથા પુંજી-પ્રમાર્જીને તેમજ પ્રકાશમાં કામપ્રસંગમાં લેવી, તથા તેના બને છુટો (પડ) પાછા જુદા જુદા કરી દેવા પણ એકત્ર રાખવા નહિ.
લાકડાને પણ બે કડકા કર્યા વિના, વિદાર્યા વિના બાળવા નહિ, તથા છાંણા પણ ભાંગ્યા વિના બે કકડા કર્યા વિના, અગ્નિમાં નાંખવા નહિ, કારણ કે તેમાં પણ ઘણા જીવો હોય છે, તેથી જોયા-તપાસ્યા
ત ૨૬
/
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org