________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મુદ્રાઓ-છાપો લઈ પોતાને ઘરે આવ્યો. અને માતાને વિનયથી નમસ્કાર કરી દરેક તીર્થમાં તુંબડીને સ્નાન કરાવ્યાના સમાચાર કહ્યા ત્યારબાદ ભોજન કરવા બેઠો ત્યારે તે જ તુંબડીનું શાક બનાવી માતાયે તેને ચાખવા આપ્યું. ગોવિંદે તે શાક જેવું મુખમાં નાખ્યું કે તુરત થુંકી નાંખ્યું અને કહ્યું અહો ! અહો ! આ શાક ખાવા લાયક નથી. સાક્ષાત ઝેરવિષ સમાન કડવું છે તેમ બોલ્યો એટલે તેની માતાએ કહ્યું કે હે પુત્ર ! તે જે તીર્થોમાં તુંબડીને નવરાવી છે તે જ આ તુંબડી છે. તે તો પવિત્ર થઈ ગઈ તેમાં વળી કડવાશ કેવી? તેથી પુત્ર બોલ્યો કે હે માત ! પાણીના અંદર આ તુંબડીને ઉપરથી નવરાવવાથી અંદરની કડવાશ જાય ખરી કે ? અર્થાત્ ન જ જાય. ત્યારે માતા બોલી કે હે પુત્ર ? તીર્થોને વિષે સ્નાન કરાવવાથી પણ આ તુંબડીની આંતર કડવાશ જ્યારે નહિ ગઈ ત્યારે તે વિચાર કર કે હિંસા, ચોરી, જારી, અસત્ય, રાગ, દ્વેષ, મોહ, મત્સર, નિંદા, કલેશ, વેર, ઝેર, છલ કપટ, પ્રપંચ વિશ્વાસઘાત માયા, પરવંચનાપરને કલંક, પ્રદાનાદિકથી ઉત્પન્ન થયેલા પાપકર્મોવડે કરી મલિન થયેલા આત્માની શુદ્ધિ દરેક ઠેકાણે પાણિના અંદર નહાવાથી કેવી રીતે થઈ શકે ? અર્થાત્ ન જ થાય એવા પ્રકારના માતાના પરમ શુદ્ધ ધર્મ યુક્ત વચનો સાંભળી ગોવીંદ બોધ પામ્યો, અને મિથ્યાત્વનો ત્યાગ કરી માતાયે પ્રેરેલો શુદ્ધ ગુરૂ પાસે જઈ, આલોચી, નિંદી, શુદ્ધ સમ્યક્ત્વ પ્રતિપાલન કરી, પરમ પવિત્ર શ્રી શત્રુંજય તીર્થે જઈ તીવ્ર તપ તપી, કેવળજ્ઞાન પામી, મુક્તિને વિષે ગયો. માટે જીવોએ ગોવિંદના પેઠે આંતરશુદ્ધિ કરી કર્મોને ક્ષીણ કરવા ઉદ્યમ કરવો.
યતના )
યત: यतनायामुपक्रम्य, गृहस्थैरपरैरपि । यतनायतो धर्म, प्रादुर्भवति निस्समः ॥१॥
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org