________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગુજરાતી ત્રીજી ચોપડીમાં છપાઈ પણ ગયેલ છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના વચનામૃતનું પાન કરીને પરમાત મહાત્માશ્રી કુમાર પાળ મહારાજા પણ નિરંતર પોતાના ૧૧ હજાર હાથીને ૧૮ લાખ ઘોડાને ૮૦ હજાર ગાયોને અને ૫૦ હજાર ઊંટોને ગાળીને જ પોતાના માણસોદ્વારા પાણીનું પાન કરાવતા હતા. વીતરાગના વચનનું પ્રતિપાલન અને જીવદયારસિકતાનું નામ જ કહેવાય. ત્યારે જ તે મહાત્માએ ભવની પરંપરાને ભેદી એકાવતારીપણું ધારણ કરેલ છે અળગણ પાણી વડે સ્નાન કરવાથી ઉપરનો મેલ જાય છે, પરંતુ અત્યંતર મેલ નહિ જવાથી શુદ્ધિ થતી નથી.
(ગોવીંદની ક્યારે વિષ્ણુ સ્થળને વિષે પરમ જૈન ધર્મની ચુસ્ત રાગી ગોમતી નામની એક સાર્થવાહની સ્ત્રી વસતી હતી તેને અત્યંત મહામિથ્યાત્વી ગોવીંદ નામનો પુત્ર હતો તેની માતાએ ઘણે પ્રકારે બોધ કરી મિથ્યાત્વ છોડાવવા પ્રયત્ન કર્યો પરંતુ કાંઈ પણ ગુણ નહિ યથા વ્યર્થ ગયો. એકદા તે ગોવીંદ પોતાના મિથ્યાત્વી તીર્થો પ્રત્યે જવાની તૈયારીયો કરવા લાગ્યો ત્યારે તેની માતાએ કહ્યું હે પુત્ર ! લૌકિક તીર્થગંગા, ગોદાવરી, ત્રિવેણી, સંગમ, પ્રયાગ, જલદંભાદિ સ્નાન કરવાવડે કરી આત્માએ હિંસા અસત્ય, ચોરી, પરદારસેવનાદિકથી કરેલા અનેક પાપકર્મોની શુદ્ધિ થતી નથી. માટે પ્રથમ તો સમજણપૂર્વક પાપકર્મના ત્યાગના સાથે શુદ્ધિ કરવાની છે. આવી રીતે કહ્યાં છતાં ન માન્યું ત્યારે તેને બોધ કરવા નિમિત્તે કહ્યું હે પુત્ર ! તું તારા સમગ્ર તીર્થોને વિષે સ્નાન કરે તે પ્રમાણે આ મારી તુંબડીને પણ તું તે જ પ્રકારે સ્નાન કરાવજે, ભૂલીશ નહિ. આટલી મારી આજ્ઞા જરૂર પાળઝે. તે પ્રમાણે અંગીકાર કરીને ચાલ્યો અને જયાં જયાં જવું હતું ત્યાં ત્યાં જઇ, સ્નાન કરી, મસ્તક મુંડાવી, બન્ને હાથોને વિષે અનેક પ્રકારે
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org