________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પાણીશૌચ. તે તો પાંચમું શૌચ કહેવાય છે, માટે આ ઉપરથી વાચક સ્વયં વિચારી જોશે, તો જણાઈ આવશે કે પાણી પવિત્રતા કરનાર નથી વળી કહ્યું છે કે -
ઝંપુરા પોડપિકમ્ - सत्यं तीर्थं क्षमा तीर्थं, तीर्थमिन्द्रियनिग्रहः । सर्वभूतदया तीर्थं, तीर्थ मार्दवमेव च ॥१॥ दानं तीर्थं दमस्तीर्थं, संतोषस्तीर्थमुच्यते । ब्रह्मचर्य परं तीर्थ, तीर्थं च प्रियवादिता ॥२॥ ज्ञानं तीर्थं धृती तीर्थं, पुन्य तीर्थमुदाहृतम् । तीर्थानामपि यत्तीर्थं, विशुद्धिमनसः पुरा ॥३॥
- ભાવાર્થ : સત્ય તે જ તીર્થ, ક્ષમા તે જ તીર્થ, ઇંદ્રિયોનો નિગ્રહ કરી વશ રાખવી તે જ તીર્થ, સર્વ પ્રાણિયોના ઉપર દયા રાખવી તે જ તીર્થ, મૃદુતાપણું ધારણ કરવું તે જ તીર્થ, દાન તે જ તીર્થ, દાંતપણું તે જ તીર્થ, સંતોષ તે જ તીર્થ, અને બ્રહ્મચર્યનું પ્રતિપાલન કરવું તે જ ઉત્કૃષ્ટ તીર્થ કહેવાય છે, પ્રિયવચન બોલવું તે જ તીર્થ, જ્ઞાન તે જ તીર્થ, વૈર્ય તે જ તીર્થ, અને પુન્ય તે જ તીર્થ. અને તીર્થોનું પણ તીર્થ પ્રથમ મનની શુદ્ધિ તે જ તીર્થ કહેવાય છે. ખરાં તીર્થો ઉપરોક્ત લખ્યા પ્રમાણે કહેવાય છે. સિવાય પાણીને તીર્થમાને છે તે તો લોકોની કેવળ જુઠી જ ભ્રમણા છે. આવું જાણી ગળ્યા વિના પાણીનું પાન ન કરવું, પાણી ગળ્યા વિના સ્નાન ન કરવું અને બીજા કોઈ પણ કાર્યો પાણીને ગળ્યા વિના કરવાં નહિ.
કેપ્ટન સ્કોર્સ વિ. અને સર જગદીશચંદ્રબોઝ વિ. સાહેબે સૂક્ષ્મદર્શક યંત્રાને લઈને એક પાણિના બિંદુના અંદર ૩૬૪૫૦ છત્રીશ હજાર ચારસો ને પચાસ જીવો તેમણે ચાલતા દેખ્યા આ બાબતમાં કોઈ ને શંકા પડે તો સિદ્ધપદાર્થ વિજ્ઞાન નામની બુક અલ્હાબાદ ગવર્મેટ પ્રેસમાં છપાયેલી છે તે તપાસી શંકા દૂર કરવી. તે યંત્ર
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org