________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ચોરનારા અને પરના ઉપર દ્વેષને કરનારા કદાચ ગંગામાં સ્નાન કરી શુદ્ધિ મેળવવાની ઇચ્છા રાખે તેવાઓની શુદ્ધિ કરવાની ગંગા સાફ ના પાડે છે.
એટલું જ નહિ પણ તેવાઓ પોતાના પ્રત્યે સ્નાન કરવા આવે તે પણ ગંગાને યોગ્ય લાગતું નથી. વળી પણ કહ્યું છે : गंगा तोयेन सर्वेण, मृत्पिंडैश्चनगोपमैः । अमृतैराचरन्शौचं, दुष्ट भावो न शुध्यति ॥४॥ - ભાવાર્થ : દુષ્ટ ભાવનાવાળો જીવ સમગ્ર ગંગા નદીના પાણીવડે કરી માટીના પિંડ વડે કરી તેમજ ઘી અગર દૂધ અગર ઘી દૂધ બનેવડે કરીને પણ શૌચનું આચરણ કરે તો પણ શુદ્ધ થતો નથી, એ ઉપરોક્ત પ્રમાણથી પ્રત્યક્ષ સિદ્ધથાય છે કે જે માણસની દુષ્ટ ભાવના હોય તેની શુદ્ધિ માટીથી પાણીથી-દૂધથી, ઘીથી કોઈપણ પ્રકારે થતી નથી.
પાશપુરા ડિપિ યવતમ્कुपेष्वेवाधर्म स्नानं, नद्यां चैव तु मध्यमं । वाप्यां च वर्जयेत्स्नानं, तडागे नैव कारयेत् ॥१॥ गृहे चैवोत्तमं स्नानं, वस्त्रपूतेन वारिणा । तस्मात्वं पांडवश्रेष्ठ, गृहस्नानं समाचर ॥२॥
ભાવાર્થ : કૂવાને વિષે સ્નાન કરવું તે અધમ છે, નદીને વિષે સ્નાન કરવું તે મધ્યમ છે, વાવને વિષે તથા તળાવને વિષે સર્વથા સ્નાન કરવું નહિ ૧. વસ્ત્ર વડે કરી ગળીને પવિત્ર પાણી વડે કરી ઘરને વિષે સ્નાન કરવું તે ઉત્તમ છે. તે કારણ માટે હે પાંડવશ્રેષ્ઠ ! તું ઘરને વિષે ગળેલા પવિત્ર પાણીથી સ્નાન કર. सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः । सर्वभूतदया शौचं, जलशौचं तु पंचमम् ॥१॥
ભાવાર્થ : સત્યશૌચ. ૧ તપશૌચ ૨. ઇંદ્રિયોનો નિગ્રહ કરવો તે શૌચ ૩. સર્વ પ્રાણિયોના ઉપર દયા રાખવી તે શૌચ ૪. અને
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org