________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ जीवहिंसादिभिः कायः, गंगा तस्य परांमुखी ॥१॥ | ભાવાર્થ : જે માણસનું ચિત્ત રાગાદિકવડે કરી કિલષ્ટ ભાવને પામેલું હોય તથા અસત્ય વચનવડે કરી મુખ કિલષ્ટતાને પામેલ હોય તથા જીવોની હિંસાદિક કરવાવડે કરી શરીર કિલષ્ટપણાને પામેલ હોય તે માણસથી ગંગા પરામુખી-વિપરીત મુખવાળી રહે છે.
અર્થાત્ જેમના મન-વચન-કાયા રાગાદિક શત્રુથી તથા અસત્ય પ્રલાપથી તેમજ હિંસાદિકના કરવાથી કલુષિત ભાવને પામેલા હોય તેવાઓની ગંગા પણ કદાપિ કાલે ઇચ્છા નહિ કરતાં સદા પરામુખી રહે છે. વળી પણ કહ્યું છે કે ત્તિ માઃિ શુદ્ધ, વ સત્યપd : | ब्रह्मचर्यादिभिः कायः, शुद्धो गंगा विनाप्यसौ ॥२॥
ભાવાર્થ : જેનું ચિત્ત શમ-શાંતિ આદિકથી શુદ્ધ છે, તથા જેનું મુખ સત્ય ભાષણ વડે કરી શુદ્ધ છે તથા શરીર બ્રહ્મચર્યાદિકથી શુદ્ધ છે તે ગંગા વિના પણ શુદ્ધ છે અર્થાત્ જેનાં મન વચન કાયા સમાદિકથી સત્ય ભાષણથી તથા બ્રહ્મચર્યથી શુદ્ધ છે. તેમને ગંગામાં સ્નાન કરી શુદ્ધિ કરવાની જરૂરિઆત નથી. ઉપરોક્ત પવિત્ર ગુણોથી ગંગામાં સ્નાન કર્યા વિના પણ પુરુષો પવિત્રતાને પામે છે. વળી પણ કહ્યાં છે. परदारपरद्रव्य-परद्रोहपरांमुखः । गंगाप्याह कदागत्य, मामयं पावयिष्यति ॥३॥
ભાવાર્થ : પરસ્ત્રીનો ત્યાગ કરનાર તથા પર દ્રવ્યની ચોરીનો ત્યાગ કરનારી તથા પરના ઉપર દ્રોહ ઝેર-વેરઈર્ષ્યા-મત્સર નહિ કરનાર જે માણસ હોય છે તેવા માણસની ગંગા નદી ઇચ્છા કરે છે અહો આવો ઉત્તમ પુરૂષ અહીંઆ આવી સ્નાન કરી મને કયારે પાવન કરશે ?
આ ઉપરથી સિદ્ધ થાય છે કે પરસ્ત્રીલંપટો તથા પારકા દ્રવ્યને
( ૨૧ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org