________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માણસે સેંકડો યજ્ઞોને કરેલ છે એમ પણ જાણવું. આ ઉપરોક્ત લખાણથી પણ સિદ્ધ થાય છે કે મનશુદ્ધ કરનારા જીવોને તીર્થોને વિષે સ્નાન કરવાની તેમજ યજ્ઞો કરવાની જરૂર રહેતી નથી.
ૐપુરા ડપિ કમ્ - नमृतिका नैव जलं, नाप्यग्निः कर्मशोधनम् । શોદયન્તિ વૃથા: *, જ્ઞાનધ્ધાનતપોનનૈ : III | ભાવાર્થ : પ્રાણીઓના કર્મની શુદ્ધિનું કારણ માટી નથી, પાણી નથી તેમજ અગ્નિ પણ નથી, પરંતુ પંડિત પુરૂષો પોતાના કર્મને જ્ઞાનધ્યાનતપરૂપી પાણીવડે શુદ્ધ કરે છે. બસ આ ઉપરોક્ત વાક્યથી પણ કર્મશોધન કરવાનું મૂળ કારણ જ્ઞાનધ્યાનને તારૂપી પાણી છે પણ પાણી નથી. વળી પણ કહ્યું છે કે - आत्मानदी संयमतोयपूर्णा, सत्यावहा शीलतटादयोर्मिः । तत्रा भिषेकं कुरु पांडुपुत्र ! न वारिणा शुद्धयति चांतरात्मा ॥१२॥
ભાવાર્થ : જે નદીને વિષે સંયમરૂપી પૂર્ણ પાણી ભરેલુ છે, તથા સત્યતા રૂપી જે નદીનો પ્રવાહ વહેતો રહેલો છે, વળી જે નદીના દયારૂપી પાણીના કલ્લોલા છે. એવી આત્મારૂપી નદીને વિષે છે પાંડુરાજાના પુત્ર અર્જુન ! તું સ્નાન કર, કારણ કે આત્મારૂપી નદી સંયમ રૂપી પાણીથી ભરપૂર ભરેલી છે, સત્યતારૂપી પ્રવાહને વહે છે, શીયલ રૂપી તટોને ધારણ કરે છે. અને દયારૂપી પાણીના કલ્લોલા જેમાં ઉછળી રહ્યા છે. આવી નદીને વિષે સ્નાન કરવાથી જ આત્માની શદ્ધિ થાય છે, પરંતુ પાણીને વિષે સ્નાન કરવાથી અંતરાત્મા શુદ્ધ થતો નથી.
કેટલાક માણસો આખી જિંદગી પાપકર્મ કરે છે, અને પછી કહે છે કે ચાલો ગંગામાં સ્નાન કરી પવિત્ર થઇએ. પણ તેમ કરવાથી પવિત્રતા થતી નથી જુઓ : चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैमुर्खम् ।
ન ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org