________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ શુદ્ધિ થતી જ નથી. વળી પણ કહ્યું છે.
પુરા ૩વતમ્ - यो लुब्धः पिशुनः कूरो, दांभिकः विषयात्मकः ।। सर्वतीर्थेष्वपि स्नानः, पापो मलिन एव सः ॥७॥
ભાવાર્થ : જે માણસ લુબ્ધ હોય, ચાડીયો હોય, કૂર હોય અને વિષયી હોય તે માણસ સમગ્ર તીર્થને વિષે સ્નાન ભલે કરે તો પણ શુદ્ધ નહિ થતાં પાપિષ્ટ અને મલિનજ રહે છે, કારણ કે એવા માણસની શુદ્ધિ બાહ્ય એવા પાણીના સ્નાનથી થતી નથી. વળી પણ કહ્યું છે. चितमंतर्गतं दुष्टं, तीर्थस्नानान्न शुध्यति । शतशोऽथ जले धौतं, सुराभांडमिवाशुचिः ॥८॥
ભાવાર્થ : જેવી રીતે દારૂનું ભાજન સેંકડો વાર પાણીથી ધોવા છતાં પણ શુદ્ધ થતું નથી, તેવી રીતે પ્રાણીયોનું આંતરચિત્ત દુષ્ટતા યુક્ત હોવાથી તીર્થને વિષે સ્નાન કરવા છતાં પણ શુદ્ધ થતું નથી.
પપુરા ૩સ્તમ્ - अंत:करणशुद्धा ये, तान्विभूतिः पवित्रयेत् । किं पावनाः प्रकीर्यंते, रासभा भस्मधूसरा : ॥९॥
ભાવાર્થ : જે માણસો અંત:કરણથી શુદ્ધતાને પામેલા હોય તેને જ વિભૂતિ પવિત્ર કરે છે, કારણ કે ભસ્મવડે કરી. ચિત્રવિચિત્ર દેહને ધારણ કરનારા ગધેડા શું પવિત્ર કહેવાય છે ? અર્થાત્ નહિ જ વળી પણ કહ્યું છે. स स्नातः सर्वतीर्थेषु, स सर्वमलवर्जितः । तेन क्रतुशतैरिष्टं, चेतो यस्येह निर्मलम् ॥१०॥
ભાવાર્થ : જે માણસનું ચિત્ત અહીં નિર્મલ ભાવને પામેલ છે અર્થાત્ જે માણસ પોતાના ચિત્તનું નિર્મલપણું ધારણ કરનાર છે તે માણસે સર્વે તીર્થોને વિષે સ્નાન કરેલ છે તેમ જાણવું. તથા તે
૧૯
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org