________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રાત્રિદિવસ પાણીની અંદર પડયા રહેનારા જીવોને ખાસ વિચાર કરવાનો છે કે પાણીથી શુદ્ધિ નથી, પણ ખાસ ઉત્તમ ભાવનાથી જ શુદ્ધિ છે. આંતરશુદ્ધિનું મૂળ કારણ મનની નિર્મલ ભાવના છે જ ને ઈહલોક તેમજ પરલોકને વિષે આત્માનું કલ્યાણ શુદ્ધ ભાવનાથી જ થાય છે ને થશે, પરંતુ પાણીથી તો નહિ, નહિ ને નહિ જ વળી પણ કહ્યું છે. मृतिकोदसंपर्का द्यदि शुध्यन्ति जंतवः कुलालः सकुटुंबोऽपि, तर्हि स्वर्गं गमिष्यति ॥५॥ | ભાવાર્થ : માટી તથા પાણીના સંબંધથી જો પ્રાણિયો શુદ્ધ થતા હોય તો કુંભાર પોતાના કુટુંબ સહિત સ્વર્ગે જશે કારણ કે કુંભાર તેમજ કુંભારપણાના ધંધાને કરનાર કુંભારનું કુટુંબ જે નિરંતર માટી અને પાણીના સંયોગથી જ અનેક પ્રકારના ભાજનો (વાસણો)ને તૈયાર કરે છે, તેથી તે પણ સહકુટુંબ સ્વર્ગે જવો જોઈએ પણ તેમ થતું નથી કારણ કે કુંભારના ધંધામાં કુંભારને પકાયની હિંસા હોવાથી સ્વર્ગની પ્રાપ્તિની ભજના જ સમજવી તેમ માટી યા પાણિથી શુદ્ધિ માનનારા અપાની જીવોને સ્વર્ગપ્રાપ્તિની ભજના સમજવી. કારણ કે માટી તથા પાણી સચિત્ત હોવાથી અનેક પ્રકારે જીવોની હિંસા થાય છે. વળી પણ અનેક પ્રકારના પાપકર્મ કરનાઓની શુદ્ધિ તીર્થસ્નાન કરવાથી થતી નથી કહ્યું છે કે -
માવતે ૩તપૂकामरागमदोमत्तां, स्त्रीणां ये वशवर्तिनः । न ते जलेन शुध्यन्ति, स्नानाः तीर्थशतैरपि ॥६॥ | ભાવાર્થ : જે માણસો કામરાગને વિષે મદોન્મત્ત પણે ધારણ કરી સ્ત્રીઓને આધિન રહેલા હોય છે તે માણસો પાણી વડે કરી તેમજ સેંકડો વાર તીર્થના પાણીને વિષે સ્નાન કરતા છતાં પણ શુદ્ધ થતા નથી, અર્થાત્ વિષયી માણસોને પાણીના સ્પર્શ તેમજ સ્નાનાદિકથી
M૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org