________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરવા વડે કરીને પણ છે જ નહિ. વળી પણ કહ્યું છે : न शरीरमलत्यागान्नरो भवति निर्मलः । मानसे तु मले त्यक्ते, भवत्यंतःसनिर्मलः ॥२॥
ભાવાર્થ : શરીરના મેલને ત્યાગ કરવાથી માણસ નિર્મલ થતો નથી, પરંતુ માનસિક મેલનો ત્યાગ કરવાથી અંતરથી નિર્મલ થાય છે, અર્થાત્ પાણીવડે કરી બાહ્ય શરીરમેલનો ત્યાગ કરનાર માણસ શુદ્ધ કેહવાતો નથી, પણ આંતરમેલ માનસિક ભાવનાવડે કરી દૂધ કરવાથી જ માણસ નિર્મલ કહેવાય છે, માટે બાહ્ય મળશુદ્ધિના આડંબરને છોડી, આંતરમેલ દૂર કરવા પ્રયત્ન કરનાર માણસ ખરી નિર્મળતા ધારણ કરે છે. વળી પણ કહ્યું છે - जायन्ते च भ्रियन्ते च, जलेष्वेव जलौकसः । न च गच्छन्ति ते स्वर्ग-मविशुद्धमनोमलाः ॥३॥
ભાવાર્થ : પાણીને વિષે જલોકા નામના બેઇંદ્રિય જીવો ઉત્પન્ન થાય છે ને પાણીને વિષે મરે છે. પરંતુ તેઓની મનભાવના શુદ્ધ નહિ હોવાથી તેઓ સ્વર્ગને વિષે ગમન કરતા નથી.પાણીમાં સ્નાન કરવાથી જ જો શુદ્ધિ થતી હોય તો ઉપર લખેલા જીવો પાણીમાં જ ઉત્પન્ન થઇને મરે છે પણ તેમને સ્વર્ગ મળતું નથી, કારણ કે તેમની મનોભાવના શુદ્ધ નથી. માટે જ પાણી કરતાં નિર્મલ અંત:કરણવાળા, વિશેષ શુદ્ધ મનવાળા જીવો જ સ્વર્ગના ભોક્તા થાય છે. વળી પણ કહ્યું છે - नक्तं दिनं निमज्जन्तं, कै वर्ताः किमुषावनाः । शतशोऽपि तथा स्नाता, न शुद्धाभावदूषिताः ॥४॥
ભાવાર્થ : માછીમાર લોકો રાત્રિદિવસ પાણીને વિષે જ પડયા રહે છે તેથી તેઓ શું પવિત્ર થાય છે ? અર્થાત્ નહિ જ પવિત્ર થતા જ નથી. તેવી જ રીતે સેંકડો વાર પાણીને વિષે સ્નાન કરનારા ભાવનાશુદ્ધિ વિના કદાપિ કાળે શુદ્ધ થતા જ નથી. આ ઉપરથી પણ
૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org