________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ છે, પણ અળગણ પાણીથી સ્નાન કરવાનું કહેતા નથી. અત્યારે દુનિયામાં શૌચ ધર્મ ચાલી રહેલ છે પણ તેમાં પરમાર્થની કોઈને ખબર પડતી નથી. દુનિયા માને છે કે અળગણ પાણીમાં કૂવા, વાવ, નદી, તળાવ, સરોવર, ખાબોચીયામાં ન્હાયા એટલે પવિત્ર થઈ ગયા, પણ તેમ નથી. તે તો જીવોનો ઘાત અને આત્માને પાપથી ભારે કરનાર છે. જુઓ.
एकादशपुराणेऽपि उक्तम् पीडयंते जंतवो येन, जलमध्यव्यवस्थिताः । स्नानेनानेन किं पार्थ ! पुन्यं पापं समाचरेत् ॥१॥
ભાવાર્થ : પાણીની અંદર સ્નાન કરવાથી પાણીને વિષે રહેલા જીવો પીડા પામે છે તો તે પાર્થ ! આવા જીવની હિંસા અને ઘાત કરનારા તેમજ દુ:ખ-પીડાને ઉત્પન્ન કરનારા સ્નાનવડે કરીને શું પુન્ય થાય છે ? અર્થાત્ કાંઈ જ નહિ, પુન્યને બદલે પાપકર્મને ઉપાર્જન કરે છે, માટે જીવને પીડા કરનારા જ્ઞાનરૂપી પુન્યની વાંછા કરનારા સ્નાન કરવાથી કેવળ પાપકર્મને જ આચરે છે. આવું જાણી ડાહ્યા ઉત્તમ જીવોએ ગળ્યા વિનાના પાણીથી સ્નાન કરવાના પ્રત્યાખ્યાન (બાધા) કરવાને માટે તત્પર રહી, તે પ્રમાણે વર્તન કરવાથી જ પુન્ય ઉપાર્જન કરવાની આશા રાખવી જોઇએ.
ત્વપુરાડ ૩વતમ્ - मृदो भारसहस्त्रेण, जलकुंभशतेन च । न शुध्यन्ति दुराचारा), स्नानास्तीर्थशतैरपि ॥१॥
ભાવાર્થ : હજાર ભાર માટીના સમૂહવડે કરીને તથા પાણીના સેંકડો ઘડાવડે કરીને સ્નાન કરનારાઓ તથા સેંકડો તીર્થમાં સ્નાન કરનારાઓ દુરાચારી માણસો કદાપિ કાળે શુદ્ધ થતા નથી. આ ઉપરથીપણ સિદ્ધ થાય છે કે દુરાચારી માણસોની શુદ્ધિ ઘણી માટીવડે કરીને તથા પાણીવડે કરીને તેમ જ ઘણા તીર્થોમાં ઘણી વાર સ્નાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org