________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જે જે કાર્યો કરવાં તે વસ્ત્રવડે પાણી ગળીને જ કરવા. તથા ભૂમિ ઉપર ચાલતી વખતે દૃષ્ટિથી ભૂમિને નિહાળીને જ પગલું ભરવું તથા વસ્ત્રથી પાણીને ગળીને જ પાન કરવું. તથા સત્ય વચનવડે કરી પવિત્રતા યુક્ત વાણી વચનોની શ્રેણિને વદવી બોલવી અર્થાત્ સત્ય વચનો બોલવા તેમજ મનને પવિત્ર કરી, જે જે કાર્યો કરવાં હોય તે કરવા મનુપણ પાણિ ગળવાનું કહે છે છતાં કેટલાક વૈષ્ણવો ગળતા નથી તે ખોટું છે.
धर्मशास्त्रेऽपि उक्तम् सूक्ष्माणि जंतूनि जलश्रयाणि, जलस्य वर्णाकृतिसंश्रितानि । तस्माज्जलं जीवदयानिमित्तं, निग्रंथशूराः परिवर्जयन्ति ॥१॥
ભાવાર્થ : ઘણા એવા સૂક્ષ્મ જીવો પાણીના વર્ણના આકારવાળા પાણીને આશ્રયીને રહેલા હોય છે. તે કારણ માટે નિગ્રંથ શૂરવીર મહાત્મા ધીરવીર પુરુષો જીવદયાને પાળવા નિમિત્તે પાણીનો ત્યાગ કરે છે એટલે સંસારી ભવ્ય જીવો ઉત્તમ પ્રકારના આગળ ઉપર વર્ણન કરેલો જાડા વસ્ત્રથી ગળીને જ પાણીનો ઉપયોગ કરે છે વાપરે છે. અને યોગી પુરૂષો સર્વથા સચિત્ત કાચા પાણીનો ત્યાગ કરી કલ્પનીય ઉષ્ણોદકને તે પણ પ્રમાણોપેત-વાપરે છે. અહીં પણ ખાસ કાર્યપ્રસંગે જ ધીની પેઠે થોડું પાણી તે પણ ગળીને વાપરવાનું ફરમાન કરવામાં આવેલું છે.
आदित्यपुराणेऽपि उक्तम् अहिंसा तु परो धर्मः, सर्वेषां प्राणिनां यतः । तस्मात्सर्वप्रयत्नेन, वस्त्रपूतेन कारयेत् ॥१॥
ભાવાર્થ : જે કારણ માટે કહ્યું છે કે અહિંસા તે જ સર્વ પ્રાણીઓનો ઉત્કૃષ્ટ ધર્મ છે, માટે પ્રયત્નવડે કરી વસ્ત્રથી પાણી ગળીને જ વાપરવું તે જ ઉત્તમ જીવોને શ્રેયસ્કર છે. જેવી રીતે ગળીને પાણી વાપરવાનું કહે છે તેવી રીતે પાણી ગળીને જ સ્નાન કરવાનું કહે
( ૧૫ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org