________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ બિંદુને વિષે જેટલા સૂક્ષ્મ જીવો રહેલા છે તે જો ભ્રમરાના પ્રમાણમાં મોટા થાય તો સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ત્રિલોકને વિષે સમાઇ શકતા નથી. આ ઉપર થી પણ સિદ્ધ થાય છે કે પાણીમાં અનેક જીવો રહેલા છે માટે ગળ્યા સિવાય પાણી વાપરવું નહિં.
જૈનના સિદ્ધાંતોમાં પણ કહેવામાં આવેલ છે ને ઉપર પ્રમાણે અન્ય દરશનીયોના ગ્રંથોમાં પણ કહે છે. તેથી ગળ્યા વિના પાણી વાપરનાર મહાઅજ્ઞાની કહેવાય છે. તેમાં જરા પણ શંકા કરવી નહિ.
नगरपुराणेऽपि उक्तम् कुसुंभकुंकुमांभोवन्निचिंतं सूक्ष्मजंतुभिः । तद्र्ढेनापि वस्त्रेण, शक्यं शोधयितुं जलम् ॥१॥
ભાવાર્થ : કસુંબા અને કેસરના પાણીની પેઠે સૂક્ષ્મ જીવજંતુઓથી પરિપૂર્ણ વ્યાપ્ત રહેલું પાણી હોય છે. તે પાણી અત્યંત દઢ જાડા મજબૂત વસ્ત્રથી જ શુદ્ધ કરી શકાય છે-ગળી શકાય છે. પણ સામાન્ય ઝીણાં સૂક્ષ્મ વસ્ત્રથી ગળી શકાતું નથી. અહીં પણ પાણી ગળવાનું લુગડું જાડું રાખવાનું ખાસ સૂચવવામાં આવેલ છે.
આવા ઉપર લખ્યા પ્રમાણે દઢ વસ્ત્રથી પણ પાણી ગળી શકાતું નથી. તો સિદ્ધ થયું કે પાણી ગળવા વિશેષ જાડું લુગુડું રાખવું ને પ્રાણાતે પણ ગળ્યા વિના પાણી વાપરવું નહિ.'
મનુસ્મૃતિ કોમ્ नासूर्ये हि व्रजेन्मार्गे, नाद्रष्टां भूमिमाक्रमेत् । परिपूतामिरद्भिश्च, कार्यं कुर्वीत नित्यशः ॥१॥ दृष्टिपूतं न्यसेत्पादं, वस्त्रपूतं पिबेज्जलम् । सत्यपूतं वदेद्वाणी, मनःपूतं समाचरेत् ॥२॥
ભાવાર્થ : સૂર્યના ઉદય વિના માર્ગને વિષે ગમન કરવું નહિ, તથા નહિ દેખેલી ભૂમિને વિષે પણ ગમન કરવું નહિ અર્થાત જવું નહિ. તથા નિરંતર વસ્ત્રવડે કરી ગળેલા પાણીથી જ કાર્યકરવું અર્થાત્
M૧૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org