________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ षट्त्रिंशदंगुलायाम, विशत्यंगुलविस्तृतम् । ढूंढ गलनं कार्य, मूयो जीवानविशोधयेत् ॥१॥ | ભાવાર્થ : સાંખ્ય શાસ્ત્રકાર સ્વઅનુયાયીયોને પાણી ગળીને વાપરવાની નીચે મુજબ ફરમાન કરે છે કે પાણી ગળવાનું ગરણું છત્રીશ આંગળ લાંબું, અને વીશ આગળ પહોલું વિસ્તારવાળું, દ્રઢ લુગડાનું અર્થાત્ જાડા લુગડાનું પાણી ગળવાનું ગળણું કરવું અને ફરીથી બીજી વાર ગળી જીવોની શુદ્ધિ શોધ ખોળ કરવી, કારણ કે એક વાર ગળ્યાથી પણ બરાબર પાણી ગળી શકાતું નથી, તેમ ઉપરના શ્લોકથી સિદ્ધ થાય છે.
लिंगपुराणे तथा उत्तरमिमांसायाम् उक्तम् त्रिंशदंगुलमानं तु, विशत्यंगुलमायतम् । तद् वस्त्रमं द्विगुणीकृत्य, गालयित्वोदं पिबेत् ॥१॥ तस्मिन्वस्त्रे स्थितान जंतन, स्थापयेज्जलमध्यतः । एवं कृत्वा पिबेतोयं, स याति परमां गतिम् ॥२॥
ભાવાર્થ : ત્રીશ આંગળ માન યુક્ત અને વીશ આંગળ વિસ્તારવાળું વસ્ત્ર લઈ તે વસ્ત્રને બમણું કરી તેનાથી પાણી ગળીને વાપરવું. ૧. અને તે વસ્ત્રને વિષે રહેલા જીવોને જળના અંદર સ્થાપન કરવા-નાખવા. આવી રીતનું વર્તનકરી જે માણસ પાણીનું પાન કરે છે તે ઉત્તમ ગતિ પામે છે. ૨. માટે ઉત્તમ જીવોયે જરૂર પાણી ગળ્યા વિના વાપરવું નહિં. ઠેકાણે ઠેકાણે ગળણું રાખવાનું કહે છે માટે શાસ્ત્રકારના મહાનું વચનોને આદર-માન આપી પાણી ગળવા ઉપર લખ્યા મુજબ ગળણું જરૂર રાખવું જોઇએ.
तथा उत्तरमिमांसायाम् उक्तम् लूतास्य तंतुगलिते, ये बिन्दौ संति जतवः । सूक्ष्मभ्रमरमानास्ते, नैवं मान्ति त्रिविष्टपे ॥१॥
ભાવાર્થ : કરોળીયાના મુખમાંથી ગળી પડેલ લાળના તંતુઓના
૧૩
ભાગ-૬ ફમા - 3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org