________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
આવું અઘોર પાપકર્મ બાંધીને મરવા કરતાં પાણી ગળીને વાપરી જિંદગી ઉજવળ કરે તેજ મનુષ્યના જન્મને ધન્યવાદ ઘટે છે.
વળી પણ કહ્યું છે. यः कुर्यात्सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, य योगी स महाव्रती ॥४॥
ભાવાર્થ : જે માણસ નિરંતર પાણીને ગળીને તમામ કાર્યો કરે છે તે જ મુનિ કહેવાય છે, તે જ મહાસાધુ કહેવાય છે, તે જ યોગી કહેવાય છે અને તે જ મહાવ્રતધારી કહેવાય છે. પાણીગળીને વાપરવાથી જયારે આપણને મહાનુભાવની મહાવ્રતધારી કહેવાય છે. પાણીગળીને વાપરવાથી જ્યારે આપણને મહાનુભાવની મહાવ્રતી આદિની પદવી તેમજ પુન્ય કર્મનો ઉજજવળ ઢગલો મળે છે, તો તેને છોડી આપણે અળગણ પાણી વાપરીએ તો આપણા જેવો બીજો મૂર્ખ માણસ કોણ ગણાય ? બસ કોઈ જ નહિ.
વળી પણ કહ્યું છે. म्रियन्ते मिष्टतोयेन, पूतराः क्षारसंभवाः, क्षार तोयेन मिष्टा च, न कुर्यात्संकरं ततः ॥५॥
| ભાવાર્થ : મીઠા પાણીના નાખવાથી ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા પૂરાઓ મરણ પામે છે. અને ખારા પાણીના નાખવાથી મીઠા પાણીના પૂરાઓ મરણ પામે છે. તે કારણ માટે મીઠું પાણી તથા ખારું પાણી એકત્ર કરવું નહિ અર્થાત્ પાણી પાણીમાં ફેર હોવાથી ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો અંદર મીઠું પાણી મળવાથી મરણ પામે છે અને મીઠા પાણીમાં ઉત્પન્ન થયેલા જીવો મરણ પામે છે. એમ અરસ્પરસ ખારા અને મીઠા પાણીના જીવોને વિઘાત થવાથી ડાહ્યા અને ઉત્તમ જીવોયે ખારૂં તથા મીઠું પાણી એકત્ર સેળભેળ કરવું
નહિ.
सांख्याशास्त्रेऽपि उक्तम्
M૧૨
૧૨
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org