________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કરી ગળીને પાણી વાપરવાથી થાય છે. મતલબ કે પાણિ ગળીને ઉપયોગમાં લેવાથી મહત પુન્ય થાય છે. આમાં સાફ લખ્યું છે કે ત્રણ લોકના દાન કરતાં પણ કોટિગણું પુન્ય પાણી ગળીને વાપરવાળાને થાય છે. આવા લાભને કોણ ડાહ્યો માણસ ચૂકે ? અર્થાત્ કોઈ જ નહિ.
વળી પણ કહ્યું છે કે - ग्रामाणं सप्तके दग्धे, यत्पापं जायते किल । तत्पापं जायते राजन् ! नीरस्यागलिते घटे ॥२॥ | ભાવાર્થ : સાત ગામોને બાળી ભસ્મીભૂત કરવાથી જે પાપકર્મ ઉત્પન્ન થાય છે તેટલું પાપકર્મ નાં ગળેલ (અળગણ) પાણીનો ઘડો વાપરવાથી હેરાજા ઉત્પન્ન થાય છે. અર્થાત્ વિષ્ણુભગવાનને અર્જુન રાજાયે અળગણ પાણી વાપરવા સંબંધી પ્રશ્ન કર્યો ત્યારે કૃષ્ણ મહારાજાએ કહ્યું કે સાત ગામોને બાળીને ભસ્મીભૂત કરનાર તથા એક વડી અળગણ પાણી વાપરનાર સમાન પાપના ભાગીદાર થાય છે. ઉપર લખેલ પાપકર્મનો બોજો મસ્તક ઉપર લેવો તેના કરતાં પાણી ગળીને જ વાપરવું તે જ ઉત્તમ મનુષ્યનું કર્તવ્ય છે.
(વિષ્ણુ પુરાણે પણ કહ્યું છે.) संवत्सरेण यत्पापं, के वर्तस्येह जायते । एकाहेन तदाप्नोति, अपूतजलसंग्रही ॥३॥ | ભાવાર્થ : માછીમાર નિરંતર માછલાં મારી એક વર્ષ સુધીમાં જેટલું પાપ ઉપાર્જન કરે તેટલું પાપ કર્મ અળગણ પાણિનો સંગ્રહ કરનાર ફક્ત એક દિવસમાં જ ઉપાર્જન કરે છે. મતલબ કે પ્રતિદિન કોટી ગમે માછલાંના સંહાર કરવાથી માછીમારને જે પાપ થાય છે તેટલું પાપ અળગણ પાણીના સંગ્રહ કરનારને ઉપલક્ષણથી વાપરનારને વ્યય કરનારને ફક્ત એક જ દિવસમાં થાય છે.
૧૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org